________________
હતા. તેમના મનમાં ચેતના જાગી. તેમણે શિષ્યને બોલાવીને કહ્યું : આવો, એક નવી ફુરણા જાગી. જ્ઞાનનું એક કિરણ પ્રફુટિત થયું છે. હું તમને સંભળાવવા ઇચ્છું છું. બધા શિખે સૂઈ રહ્યા હતા. હફીજ જાગી રહ્યો હતો. તે ગુરુ પાસે આવ્યા. ગુરુએ તેમનું નવું જ્ઞાન તેનામાં સંક્રાંત કરી દીધું. તે ધન્ય થઈ ગયે. તે બેલ્યો ઃ ખૂબ અપૂર્વ જ્ઞાન આપે આપ્યું. તે જતો રહ્યો. અડધો કલાક વીતી ગયે કે ફરીથી ગુરુએ શિષ્યોને બૂમ પાડી. બધા ગાઢ નિદ્રામાં હતા. કેઈ નહિ જાગ્યું. હફીજ જાગતો હતો. તે તરત જ ગુરુ પાસે આવ્યો. બોલ્યો : શા આદેશ છે? ગુરુએ કહ્યું : હમણાં હમણાં જ એક બીજું નવું જ્ઞાન-કિરણ ઉપલબ્ધ થયું છે. હું આપવા ઈચ્છું છું. હફીજ હાથ જોડીને ઊભો રહ્યો. ગુરુએ જ્ઞાન આપી દીધું. બે ત્રણવાર એવી ઘટના બની અને હફીજ નવા જ્ઞાનથી પરિપૂર્ણ થયો.
હફીજને નવા જ્ઞાનની ઉપલબ્ધિ ત્યારે થઈ જ્યારે તેની ચેતના જાગતી રહી હતી. જાગૃતિમાં જ અપૂર્વ જ્ઞાન જાગે છે, નવો ઉન્મેષ આવે છે અને નવી ફુરણું જાગે છે સુપ્તિમાં બધું જ જ્ઞાન અજ્ઞાનમાં પરિવર્તિત થાય છે.
ખમતખામણ
આજે પદાર્થને વિકાસ થઈ રહ્યો છે. પરંતુ ચેતનાને નહિ. શક્ય છે કે મનુષ્યને એક દિવસે ઋતુઓ દ્વારા, પ્રકૃતિ દ્વારા અને વ્યક્તિઓ પાસેથી ખમતખામણ-ક્ષમાયાચના કરવી પડે કે મેં ચેતનાને સુવડાવી દીધી અને પદાર્થોને જાગતા રાખ્યા. આ મારા માટે અપરાધ થયું છે. તેને માટે ક્ષમાયાચના કરું છું.
આરાધનાનું એક મહત્ત્વપૂર્ણ સૂત્ર છે—ખમતખામણ, ક્ષમા માંગવી, પિતાની ભૂલ માટે ક્ષમા માંગવી. આજના માનવીને પિતાની ભૂલ માટે બહુ ક્ષમા માંગવી પડે. સાધક નાની સરખી ભૂલ માટે પણ ક્ષમાયાચના કરે છે. આજના વૈજ્ઞાનિક, સમાજશાસ્ત્રી, અર્થશાસ્ત્રી અને નેતા–એ બધા એટલા મોટા અપરાધો કરી રહ્યા છે–પદાર્થના એકાંગી વિકાસની પ્રક્રિયા ચલાવીને અને ચેતનાને સુવાડીને કે તેમણે એક દિવસ કહેવું પડશે કે અમે મનુષ્ય જાતિની સાથે મોટો અપરાધ કર્યો છે. અમે ક્ષમા ઈચ્છીએ છીએ. સંભવ છે તેમને ક્ષમા આપનાર એક પણ માનવી
૨૫૪
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org