________________
સુવિધાને પિતાનું લક્ષ્ય બનાવી દીધી અને સુવિધાવાદી સાધનેને એકઠા કરવાને સભ્યતા અને સંસ્કૃતિને આગળ વધારવાનું કામ માની લીધું. એનું પરિણામ એ આવ્યું કે માનવીનું ચેતના જગત એટલું જ દુર્બળ બની ગયું. સંતુલન આવશ્યક
આપણી બે દુનિયા છેઃ એક છે પદાર્થની દુનિયા અને એક છે ચેતનાની દુનિયા. બંનેનું સંતુલન જ્યારે બગડે છે ત્યારે સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. આજે બંનેનું સંતુલન બગડતું જઈ રહ્યું છે, બગડી ગયું છે. પદાર્થ જગતને વિકસિત કરવાને અપાર પ્રયત્ન થઈ રહ્યો છે. મનુષ્ય ચેતના-જગતને ભૂલતે જઈ રહ્યો છે. સુખ અને દુઃખની અનુભૂતિ ચેતનાના-જગતમાં થાય છે. શત્રુતા અને મિત્રતાને ભાવ ચેતનાના જગતમાં ઉત્પન્ન થાય છે. આપણી બધી સંવેદનાઓ, ધારણાઓ અને માન્યતાઓ ચેતનાના જગતમાં બને છે. આપણું જ્ઞાનનું જગત એ ચેતનાનું જગત છે. આપણું અનુભૂતિનું જગત છે–ચેતનાનું જગત. વિકાસનું જગત છે પદાર્થનું જગત. મનુષ્ય પદાર્થ જગતને આડેધડ વિકસિત કરતે જઈ રહ્યો છે. અને જ્યાં બધી સંવેદનાઓ ઘટિત થાય છે તે ચેતના-જગતને ભૂલતા જઈ રહ્યો છે, કુકરાવી રહ્યો છે. પ્રકૃતિના પ્રાંગણમાં એટલું મોટું અસંતુલન પેદા થઈ ગયું છે. જે આ અસંતુલન દૂર ન થયું તે એક દિવસ એવો પણ આવી શકે છે કે મનુષ્યની પદાર્થ ચેતના તેની આંતરિક ચેતના પર એટલી સવાર થઈ જશે કે પદાર્થ જ બાકી રહેશે, ચેતના તેની નીચે દબાઈ જશે.
મૈત્રીને જે આપણે વ્યાપક સંદર્ભમાં સમજીએ તે તેનો અર્થ એ થશે કે પદાર્થ જગત અને ચેતના જગતની વચ્ચે સંતુલન સ્થાપિત કરવું. આજે જે સંતુલન બગડી ગયું છે તેને ફરીથી સ્થાપિત કરવું એ મૈત્રી છે, સમન્વય છે. આ બંને–પદાર્થ જગત અને ચેતના જગત–ની વચ્ચે જે એક પ્રકારની અકલ્પિત શત્રુતા આવી ગઈ છે તે દૂર થાય અને સંતુલન બને, આ છે મૈત્રી. જે આ થઈ શકશે નહિ તે શક્ય છે કે માનવી ઊંધવા લાગશે, તેની જાગૃતિ ઓછી થઈ જશે. જાગૃતિમાં જ અપૂર્વ ઉપલબ્ધિ
સૂફી સંત હફીજ અને તેના સાથીઓ પોતાના ગુરુ પાસે હતા. રાતને સમય હતો. શિષ્ય ગાઢ નિદ્રામાં પિઢી ગયા. ગુરુ જાગી રહ્યા
૨૫૩
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org