________________
અનુકૂળ-પ્રતિકૂળ
આચારાંગ સૂત્રના એક અધ્યયનનું નામ–શીતોષ્ણીય. એને અર્થ છે–ઠંડી અને ગરમી. અનુકૂળને સહન કરવાનું નામ છે ઠંડી અને પ્રતિકુળને સહન કરવાનું નામ છે ગરમી. ક્યારેક જીવનમાં ઠંડી આવે છે અનુકૂળતા આવે છે અને ક્યારેક જીવનમાં ગરમી આવે છે, પ્રતિકૂળતા આવે છે. કયારેક મનને અનુકૂળ ઘટના બને છે અને ક્યારેક મનને પ્રતિકૂળ ઘટના બને છે. સંયમી તે હેાય છે, સાધક તે હોય છે જે ઠંડી અને ગરમી, અનુકૂળ અને પ્રતિકૂળ બંને પ્રકારની ઘટનાઓને સહન કરી લે છે. જે વ્યક્તિ આ અવસ્થા સુધી પહોંચી જાય છે તેના મનમાં શત્રુતાને ભાવ અંકુરિત થતો નથી.
આજે સહિષ્ણુતાનું માનસ રહ્યું જ નથી. માણસ ઘણે વિચિત્ર છે. ગરમી વધારે હોય છે તે તે ગરમીને ગાળ દેવા બેસી જાય છે અને ઠંડી વધારે હોય છે તો તે ઠંડીને ગાળ દેવા લાગી જાય છે. માણસનું માનસ જ એવું બની ગયું છે કે પ્રત્યેક વાત મનને અનુકૂળ હેવી જોઈએ, કોઈપણ વાત મનને પ્રતિકૂળ નહિ હેવી જોઈએ. જ્યાં પણ મનને પ્રતિકૂળ કંઈપણ બનતું હોય છે, માણસના મનમાં શત્રુતાને ભાવ જાગી જાય છે.
સ્વાર્થ ભાવના
જ્યાચાર્યે લખ્યું છે–જ્યાં પિતાને સ્વાર્થ નથી સધાતે, માણસને શત્રુભાવ જાગી જાય છે. કોઈપણ વ્યક્તિ પ્રત્યે અનુરાગ ત્યાં સુધી જ રહે છે જ્યાં સુધી પિતાને સ્વાર્થ સધાતો રહે છે. જેવો સ્વાર્થ પર ઘા લાગે છે, બધો જ પ્રેમ તૂટી જાય છે. ત્યારે દેવતુલ્ય પિતા યમરાજ બની જાય છે, સાસુ ડાકણ બની જાય છે અને ગુરુ પણ જુદા જ બની જાય છે. ખૂબ દયનીય સ્થિતિ હોય છે.
સુવિધા પુષ્ટ : ચેતના દુર્બલ
પદાર્થ જગતને વિકાસ ચરમ સીમા સુધી પહોંચી રહ્યો છે. સભ્યતા પણ વિકસિત થઈ છે. હું એવું નથી કહેતા કે આજે એવાં મકાન બને જેમાં બારીઓ ન હોય. હું એવું કહેવા નથી માંગતે કે માણસ પંખા, કૂલર અને અન્ય સાધનોને ઉપયોગ ન કરે. એવું કહેવું એ પ્રતિકૂળ વાત હશે. પણ એ હું ચોક્કસ કહીશ કે આજના માનવીએ
૨૫૨
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org