________________
નહિ કયું વાસ્તવમાં શરીરનું મૂલ્યાંકન તે જ વ્યક્તિ કરી શકતી હોય છે, જેણે કાયોત્સર્ગને અભ્યાસ કર્યો હોય છે. વાસ્તવમાં શરીરને સાર તે જ કાઢી શકે છે, જેણે કાત્સર્ગ સાથે છે. ભગવાન ઋષભે કાયસર્ગની સાધના કરી. કાયોત્સર્ગની સાધનાની બે નિષ્પત્તિઓ છે :
જે વ્યક્તિ કોત્સર્ગની સાધના કરે છે, એને આત્માનાં દર્શન થાય છે–ચૈતન્યને સાક્ષાત્કાર થાય છે–તેની પ્રજ્ઞા જાગ્રત થાય છે.
જે વ્યક્તિ કોત્સર્ગની સાધના કરે છે, તેનામાં સમતાને વિકાસ થાય છે.
લાભ-અલાભ, સુખ-દુઃખ, નિન્દા-પ્રશંસા, જીવન-મૃત્યુ–આવાં ઠંદ્વોમાં સમ રહેવાની ક્ષમતા તે વ્યક્તિમાં વિકસિત થાય છે. જે કાયોસર્ગને સાધી લે છે; જ્યારે કાર્ગ દ્વારા પ્રજ્ઞાનું જાગરણ થાય છે, ત્યારે સમતા પણ જાગ્રત થાય છે.
બુદ્ધિમત્તા
બુદ્ધિ અને પ્રજ્ઞામાં એટલું જ અન્તર છે કે બુદ્ધિ પસંદગી કરે છે : આ પ્રિય છે–આ અપ્રિય છે. પ્રજ્ઞામાં પસંદગી પ્રવૃત્તિ સમાપ્ત થઈ જાય છે. એની સમક્ષ પ્રિયતા-અપ્રિયતાને પ્રશ્ન જ ઊઠતો નથી. એની સમક્ષ સમતા જ પ્રતિષ્ઠિત થાય છે. પ્રજ્ઞામાં પ્રિય-અપ્રિય ભેદ જ નથી હોતા. બંને આયામ સમાપ્ત થઈ જાય છે; પ્રિયતાને આયામ પણ સમાપ્ત થઈ જાય છે; અને અપ્રિયતાને આયામ પણ સમાપ્ત થઈ જાય છે અને એક ત્રીજે જ આયામ ઉઘાટિત થાય છે-તૃતીય લોચન (ત્રીજી આંખ) ખૂલી જાય છે. તે આયામ છે “સમતાને. એ આંખ છે સમતાની. એ જ આપણી પ્રજ્ઞા. જે પ્રજ્ઞાની ભૂમિકામાં પ્રતિષ્ઠિત નથી, તે સમતાની ભૂમિકામાં નથી જઈ શકતા. કાયોત્સર્ગ દ્વારા પ્રજ્ઞા જાગે છે અને પ્રજ્ઞાથી જીવનમાં સમતા આવે છે.
જો આપણી અંદર આત્મદર્શનની આકાંક્ષા હેય, તો આપણે સત્ય પ્રત્યે સમર્પિત થવું પડશે અને સત્યની યાત્રા કરવા માટે ગુરુ પ્રત્યે સમર્પિત થવું પડશે. ગુરૂની પસંદગી કરીએ અને એમને સત્યની આ યાત્રાના સહયોગી બનાવીએ-ગુરુના અનુભવોને લાભ ઉઠાવીએ.
મ-૨
૧૭
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org