________________
બે પ્રકારનાં નાડી-સંસ્થાન છે. સ્વત:ચાલિત નાડી-સંસ્થાન અને ઈચ્છા-ચાલિત નાડી-સંસ્થાન. પ્રથમ આપણે ઈચ્છા-ચાલિત નાડી-સંસ્થાન સ્થિર કરવાનું શીખીએ. જેમ જેમ ટેવ પડશે, સ્થિરતા પ્રાપ્ત થતી જશે. જ્યારે ઈચ્છા-ચાલિત નાડી-સંસ્થાન પર નિયંત્રણ સ્થાપિત થઈ જશે, ત્યારે સ્વત:ચાલિત નાડી-સંસ્થાન પણ સ્વયં જ સ્થિર થવા લાગશે –હૃદયની ધડકન પણ ઓછી થવા લાગશે; શ્વાસ મંદ થઈ જશે, એની સંખ્યા ઘટશે. રક્તચાલનની ક્રિયા પણ મંદ પડી જશે. પ્રાણવાયુ (ઓકિસજન)ને વપરાશ પણ ઓછો થઈ જશે; સર્વ અપેક્ષાઓ ઓછી થઈ જશે; અને ભીતરમાં—અંદરની દુનિયામાં–અકલ્પિત શાન્તિનું વાતાવરણ સર્જાઈ જશે.
કાયેત્સર્ગનાં બે ફલિત
ભગવાન ઋષભે બાર માસને કાર્યોત્સર્ગ કર્યો. એમણે ઈચ્છા-ચાલિત નાડી-સંસ્થાન પર નિયંત્રણ સ્થાપિત કર્યું. શું આ કંઈ જેવી તેવી ને સામાન્ય વાત છે? પૂરા બાર માસ હાલ્યા ચાલ્યા વિના ઊભા રહેવું એ શું ઓછા મહત્ત્વની બાબત છે? ભૂખ-તરસ, ઠંડી-ગરમી આદિ સહન કરવાં એ પણ મહત્ત્વપૂર્ણ તથ્ય છે. ઈચ્છી-ચાલિત નારીસંસ્થાન પર નિયંત્રણ પૂર્ણ થતાં સ્વત:ચાલિત નાડી-સંસ્થાન વશવર્તી બની જાય છે. સંપૂર્ણ નિયંત્રણ સ્થાપિત થતાં જ કાયોત્સર્ગ સધાઈ ગયો કહેવાય; અને જ્યારે કાસર્ગ સધાઈ ગયો એટલે “નેતન તન મન – ચિંતન અને શરીરની ભિન્નતા સ્પષ્ટ થઈ ગઈ–સાક્ષાત્કાર થઈ ગયો. આ રહ્યું શરીર ને આ રહ્યું ચૈતન્ય. આ રહ્યો દેહ અને આ રહ્યો આત્મા. વલેણું કર્યું. એક બિન્દુ આવે છે–આ રહી છાશ અને આ રહ્યું માખણ. તલ પીલવામાં આવે છે.એક બિન્દુ આવે છે–આ રહ્યો ખોળ ને આ રહ્યું તેલ. સેનું તપાવવામાં આવે છે... એક (સમય) બિન્દુ આવે છે–આ રહી માટી ને આ રહ્યું શુદ્ધ સુવર્ણ. વિવેક થઈ જાય છે; પૃથક્કરણ થઈ જાય છે. આ શરીર એ કંઈ માત્ર જડ જ નથી; આ શરીરની ભીતર આત્મા છે–પરમાત્મા છે. સૌથી વધુ મૂલ્યવાન અને અત્યન્ત શક્તિશાળી તથ્ય છે શરીરમાં. જે વ્યક્તિએ પોતાના શરીરની અંદર રહેલા પ્રભુને ઓળખવાનો પ્રયત્ન નહિ કર્યો, જેણે પોતાની વિપન્નતાઓને સમાપ્ત નહિ કરી, તેવી વ્યક્તિ આવે છે અને ચાલી જાય છે, તેણે જીવનને સાર નથી કાઢવ્યો. તેણે શરીરનું મૂલ્યાંકન પણ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org