________________
હતાં નથી. તે ઘણા બધા પ્રભાવોથી પ્રભાવિત હોય છે. આપણું સંપૂર્ણ જીવન હજારે-હજારે પ્રભાવથી જોડાઈને અને બનીને ચાલી રહ્યું છે. ધરતીના લેકે આપણને પ્રભાવિત કરે છે. ધરતીનું વાતાવરણ આપણને પ્રભાવિત કરે છે. આસપાસના ઝાડ છોડ આપણને પ્રભાવિત કરે છે. કંઈ કેટલાયે સૌરમંડળના કેટલાં વિકિરણ આવે છે અને માનવીને પ્રભાવિત કરે છે. જ્યોતિષીઓએ નવગ્રહના પ્રભાવોનું અધ્યયન કરીને તેનું વિસ્તારપૂર્વક વર્ણન કર્યું છે પરંતુ બીજા કેટલાયે ગ્રહ પ્રાણીઓને પ્રભાવિત કરે છે. કઈ પણ વ્યક્તિ જ્યોતિષ પર વિશ્વાસ કરે કે ન કરે તે એની પોતાની ઈચ્છા છે. જ્યોતિષ એક વિજ્ઞાન છે અને એ સૌર-વિકિરણોનું વિજ્ઞાન છે. કેવી રીતે આ સર વિકિરણ બને છે, કેવી રીતે એ પૃથ્વી પર પહોંચે છે અને કેવી રીતે એ પ્રાણીઓને પ્રભાવિત કરે છે. તે આપણુ, સુખ-દુઃખને લાભ-હાનિને પ્રભાવિત કરે છે. મનુષ્યનું ચિંતન પણ તેનાથી પ્રભાવિત થાય છે. મનુષ્યની પ્રવૃત્તિઓ પ્રભાવિત થાય છે. તે વિકિરણ વર્ષ અને ઉષ્ણતામાનને તથા આંધી અને તેફાનને પ્રભાવિત કરે છે. બીમારીઓ પણ એનાથી પ્રભાવિત થાય છે. એક વિકિરણમાં થોડો પણ ફેર પડવાથી ભયંકર વર્ષા થાય છે. રેગ મટી જાય છે, સ્વારથ્ય વરસી પડે છે. વિકિરણ અનેક પ્રકારનાં હોય છે. અને અનેક પ્રકારે મનુષ્યને પ્રભાવિત કરે છે. આ સ્થિતિમાં કઈપણ વ્યક્તિ સો ટકા સ્વતંત્ર છે, એવું નથી કહી શકાતું. એક વ્યક્તિના મનમાં એક વખત એક ઈછા ઉત્પન્ન થાય છે. બીજા પ્રકારનું વિકિરણ આવે છે અને તે ઈછા બદલાઈ જાય છે, ચિંતન બદલાઈ જાય છે. એક વ્યક્તિ મોટી મોટી કલ્પનાઓ કરે છે, જનાઓ બનાવે છે. પણ જો સાર્વભૌમ નિયમ તેને સાથ નથી આપતા તે બધી કલ્પનાઓ અને યોજનાઓ વ્યર્થ બની જાય છે. તે ફલપ્રદ નથી થતી.
શત્રુ અને મિત્ર વચ્ચે ભેદરેખા નહિ
આપણે એ બધા નિયમોને સમજીએ. જે સમજી લઈએ તે શત્રુતાને ભાવ ઓછો થઈ જાય છે. થાય છે એવું કે માનવી ઈચ્છે છે કે હું અમુક કામ કર્યું. ઈચ્છામાં કઈ વિદન આવે છે અને ખબર પડી જાય છે કે અમુક વ્યક્તિએ આ મુસીબત ઉભી કરી છે, તે તે તેને શત્રુ બની જાય છે. મનુષ્ય ઇચ્છે છે કે હું હમેશાં આગલી હરોળમાં જ બેસું. અને જે કેઈ બીજે ત્યાં આવીને બેસી જાય છે તો તે તેને શત્રુ બની જાય છે.
૨૪૮
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org