________________
શકિત છે. શક્તિની જ્યાં સુધી ઉપાસના નથી થતી, મૈત્રી ભાવ સ્થાયી નથી થઈ શકતો. બીજી વાત છે, શક્તિ વગર કલુષતાનું નિરસન પણ નથી થઈ શકતું. નબળો માણસ દિવસમાં સો વાર મૈત્રીને સંકલ્પ કરે છે અને શત્રુતાના ભાવને મનમાંથી કાઢી નાખે છે. ફરી પરિસ્થિતિ આવે છે અને તેને ચિત્ત પર શત્રુતાને ભાવ છવાઈ જાય છે. આ ચિત્તનું આકાશ કદી નિર્મળ થતું નથી. તેને નિર્મળ બનાવવા માટે સહિષ્ણુતાની શક્તિ જોઈએ, નિર્મળતાની શક્તિ જોઈએ.
સાર્વભૌમ નિયમનું જ્ઞાન
એનાથી પણ વધારે મહત્ત્વપૂર્ણ છે–સાર્વભૌમ નિયમનું જ્ઞાન. આપણે નિયમોને જાણીએ છીએ. પણ સાર્વભૌમ નિયમોને નથી જાણતા. સાર્વભૌમ નિયમોને જાણનાર વ્યકિત શત્રુતા વગેરે ભાવોનું કદી આરોપણ નથી કરતી. પણ જ્યારે સાર્વભૌમ નિયમ ખબર નથી હોતા ત્યારે પ્રત્યેક વાત વિપરીત થઈ જાય છે.
આજે પ્રજાતંત્રને યુગ છે. ચૂંટણી થાય છે. એક સ્થાનથી દસેક ઉમેદવાર ઊભા હોય છે. કેઈ એકને ચૂંટી કાઢવામાં આવે છે. એક ચૂંટણી જીતી જાય છે અને બાકીના નવ ચૂંટણી હારી જાય છે. જે ચૂંટણી જીતી જાય છે તેના પ્રત્યે બાકીના ઉમેદવારોના મનમાં શત્રુતાને ભાવ જાગી ઊઠે છે. એવું કેમ થાય છે? ભારતમાં આ ભાવના વધારે ફાલીફૂલી રહી છે. અવિકસિત દેશોમાં આવું બને છે. વિકસિત દેશોમાં એમ નથી થતું. એનું કારણ ખૂબ સ્પષ્ટ છે. જે વ્યક્તિ ચૂંટણી જીતીને આવી છે, તેને કોઈ દોષ નથી. જનતાએ એને ચૂંટી, તે આવી ગઈ. આ છે માતાની સિદ્ધિ. જેને બહુમતિ મળી તે વ્યક્તિ આવી ગઈ. જેને નહિ મળી તે આવી. જે આ નિયમને જાણી લે છે, સમજી લે છે. તે જીતનાર ઉમેદવાર પ્રત્યે શત્રુતાનો ભાવ નથી રાખી શકતા તેના મનમાં શત્રુતાને ભાવ જાગે એ સંભાવના જ નથી. પરંતુ લાગે છે એવું કે આ સાર્વભૌમ નિયમ પ્રત્યે આપણે કોઈ શ્રદ્ધા નથી.
વિભિન્ન વિકિરણ : વિભિન્ન પ્રભાવ
પ્રાકૃતિક અને સાર્વભોમ નિયમોને જાણવા ખૂબ જરૂરી હોય છે. એક વ્યક્તિ કંઈપણ કરે છે, એક સ્થાન પર એક ઘટના બને છે, કઈ કાર્ય થાય છે, પરંતુ તે વ્યક્તિ, તે ઘટના કે તે કાર્ય પૂર્ણરૂપે સ્વતંત્ર
૨૪૭
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org