________________
મૈત્રી : શક્તિનું વરદાન
ઉત્તેજનાનું ઉષ્ણતામાન
સોહામણું મોસમ. એક ઘનઘેર ઘટા છવાઈ. પાણે વરસ્યું. ધરતી પરની ગરમી શાંત થઈ ગઈ. બધે મેલ ધોવાઈ ગયે. બધા છોડઝાડ ચમકી ઊઠયા. અપેક્ષા છે, આપણે ચેતનાના આકાશમાં કઈ ધટા ઊમટે, વરસે અને વેગ સાથે વરસે, ગરમી શાંત થઈ જાય.
ઉત્તેજનાની ગરમી ઓછી નથી. જેઠના ધોમધખતા તાપમાં જેટલી ગરમી હોય છે તેના કરતાં વધુ ગરમી ચેતનામાં રહેલી છે. તેનું ઉષ્ણતામાન ઘણું વધારે છે. ગરમીમાં માનવી દાઝી જાય છે, મુશ્કેલીઓને અનુભવ કરે છે. ઉષ્ણતામાન ઓછી મુશ્કેલી પેદા કરતું નથી.
એક વૈજ્ઞાનિક શોધ કરી કે પ્રાચીન કાળમાં મનુષ્યના શરીરનું ઉષ્ણતામાન ઓછું હતું. તેથી તે દીર્ધાયુ બનતો હતો, ચિરંજીવ રહે તે હતો. આજે ઉષ્ણતામાન વધી ગયું. તે ૯૮ ડિગ્રી થઈ ગયું, તેથી ઉંમર ઘટી ગઈ. જે આ ઉષ્ણતામાન ઘટાડીને અડધું કરી શકાય, ૪૯ ડિગ્રી કરી શકાય તે માણસ હજાર વર્ષ જીવી શકે છે.
ઉષ્ણતામાન–ગરમી ખૂબ ખરાબ હોય છે. તે ચેતનાને દઝાડી દે છે. તે શરીરના કણ કણને દઝાડી દે છે. અને પ્રાણશક્તિને સૂકવી નાંખે છે. આ સ્થિતિમાં એવી કોઈ ઘટા ઉમટે, વરસે અને ઉષ્ણતામાનને શાંત કરી દે. ગરમી ઘટે અને બધે મેલ ધોવાઈ જાય. ચેતનાની ભૂમિ પર મેલ પણ ખૂબ જામેલ છે. આ ચેતનાની સાથે ઉછરતા ઝાડ-છોડ પર પણ ખૂબ મેલ જામેલો છે. ધૂળ જામેલી છે. વરસાદથી બધી મલિનતા ધોવાઈ જાય. બધું જ ચમકી ઊઠે, બધામાં ચમક આવી જાય. એવી ઘણું મેટી અપેક્ષા છે. પ્રેક્ષા : ઘર ઘટા
પ્રેક્ષાયાનની સમગ્ર પ્રક્રિયા એટલા માટે છે કે એવી કોઈ ઘટા ઊઠે. જ્યાં સુધી એવું નથી થતું ત્યાં સુધી મેલ જમા જ રહે છે, ગરમી વધતી જાય છે. સાધનામાં ગરમીને અર્થ
એક સાધકે કહ્યું ઃ ગરમી ખૂબ છે. સાધકને પ્રશ્ન હતું. જે કેઈ બીજો કહેત તો જવાબ મળી જાતે કે પંખા ચલા, કૂલરને પ્રયોગ
૨૪૫
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org