________________
વિજાતીય વાત છે. આ સ્થિતિમાં એ બધાના પ્રયોગની નિંદા આપણી સમજમાં આવી જશે અને પછી જયાચાર્યની આરાધનાને સંદર્ભ અટપટે નહિ લાગશે. એવું નહિ લાગશે કે જયાચાયે આટલી નાની નાની વાતને ઉલ્લેખ કરીને આજના વિકાસશીલ યુગના યાંત્રિક ઉપકરણે પ્રત્યે અવહેલના પ્રદર્શિત કરી છે. આ વાત સમાપ્ત થઈ જશે. પ્રેક્ષા ઉભયમુખી દષ્ટિ છે
હું ઈચ્છું છું કે આપણી દૃષ્ટિ ઉભયમુખી બને. આપણે દૃષ્ટિ દીપક ઊંબરા પર સ્થિર રહે, જેના વડે બહાર પણ જોઈ શકાય અને અંદર પણ જોઈ શકાય.
તર્કશાસ્ત્રના બે ન્યાય ખૂબ પ્રસિદ્ધ છે. “દારોનાચાર અને
દ્વીપવા જાય.” એનું – તાત્પર્ય છે—જ્યારે ઘંટ વાગે છે ત્યારે તેની વચ્ચેનાં લટકણિયાને સ્પર્શ ઘંટની બંને તરફ થાય છે. અહીંથી પણ
અવાજ આવે છે, ત્યાંથી પણ અવાજ આવે છે. ઊંબરા પર મૂકેલા દીપકને અંદર પણ પ્રકાશ આવે છે અને બહાર પણ પ્રકાશ ફેલાય છે..
પ્રેક્ષાધાન દ્વારા એવી અન્તરદષ્ટિ ઉપલબ્ધ થાય જેના વડે આપણે આંતરિક ચેતનાને પણ જોઈ શકીએ અને જાણી શકીએ અને વ્યવહારમાં લિપ્ત ચેતનાને પણ જોઈ શકીએ, જાણે શકીએ. જેના વડે આપણે વ્યવહારની પ્રકૃતિને પણ જાણી શકીએ અને આત્માની પિતાની મૂળ પ્રકૃતિ પણ જાણી શકીએ. જે આ બધુ સ્પષ્ટ થાય છે તે આરાધનાનું આ સત્ય સ્વતઃ અનાવૃત્ત થઈ જાય છે કે માનવી પિતાના નાનામાં નાના દુષ્કતની નિંદા કરે અને પિતાના નાનામાં નાનાં સુકૃતનું અનુમોદન કરે. એકલી નિંદા પણ નહિ અને માત્ર અનુદન પણ નહિ, એકલી નિંદા કરવાથી હિનભાવના જાગ્રત થાય છે અને એકલી અનુમોદનાથી અહંભાવના જાગ્રત થાય છે. નિંદા અને પ્રશંસાનું સંતુલન હોય છે–તો નથી અહંકાર ઉભરાતે અને ન તે હીન ભાવના જાગે છે. સાધક આ ચેતનામાં પ્રવેશ કરે અને આગ્રહમુક્તિને પાઠ ભણે. આપણી એવી ચેતના જાગે, એક એવો નવો ઉન્મેષ ઉભરાય જેનાથી આપણે પિતાનું દુષ્કૃત નાનું હોય કે મોટું એની નિંદા કરી શકીએ અને સુકૃત નાનું હોય કે મોટુ–એનું–અનુમોદન કરી શકીએ. આ દૃષ્ટિ જ્યારે જાગે છે ત્યારે ક્ષીર નીર વિવેક પણ જાગે છે. દૂધનું દૂધ અને પાણીનું પાણ. દૂધ અને પાણીના પૃથક્કરણને સ્પષ્ટ અનુભવ થઈ જાય છે. મ-૧૬
૨૪૧
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org