________________
આપણું શરીરમાં છે. તે શું શરીરની પ્રકૃતિ નથી? નિશ્ચિત રીતિ જ શરીરની પ્રકૃતિ છે. જે આ ગ્રંથિઓ ન હોય, આ ગ્રંથિઓને સાવ ન હોય, ઘણું પેદા કરનાર ગ્રંથિઓ ન હોય તો માણસ ઘણું નથી કરી શકતો. જેની કામવાસના પેદા કરનાર ગ્રંથિ ન હોય, સ્ત્રાવ ન હેય તે માણસ કામી નથી થઈ શકે. આપણું શરીરમાં આ બધી પ્રકૃતિઓની ગ્રંથિઓ છે. અને એ આપણું શરીરની બધી પ્રવૃતિઓ છે. આપણું મનની બધી પ્રકૃતિઓ છે.
અધ્યાત્મ જે ભાષામાં તેને વિકૃત માને છે અને આજનું મનેવિજ્ઞાન જે ભાષામાં તેને પ્રકૃતિ બતાવી રહ્યું છે તેમની ભાષા અને તેમના આધારને આપણે સમજવો જોઈએ. બંનેનો આધાર ભિન્ન છે. મને વિજ્ઞાન ચેતનાથી આગળ આત્મા જેવા કેઈ સ્થાયી તત્વને સ્વીકાર કરતું નથી. તેમાં કર્મ સિદ્ધાંતની સ્વીકૃતિ નથી. મનોવિજ્ઞાન માત્ર શરીર કે મનના સ્તર પર, સબકોન્શીયસ અને અનન્સીયસ ચેતનાના સ્તર પર, અવચેતન મનના સ્તર પર પોતાની બધી ધારણાઓ પ્રસ્તુત કરી રહ્યું છે. આપણે કેવી રીતે કહીએ કે તેમની માન્યતાઓ મિથ્યા છે.
ભિન્ન ભિન્ન આધાર
અધ્યાત્મને આધાર ભિન્ન છે. તે શરીર, મન, અન્તર્મન આ બધાથી દૂર થઈને પરાર્થ ચેતના, વાસ્તવિક ચેતના અને સ્થાયી તત્વ આત્માના સ્તર પર પિતાના સિદ્ધાંતોનું પ્રતિપાદન કરે છે.
બંનેની આધાર ભિત્તિઓ ખૂબ ભિન્ન છે. બંનેના સિદ્ધાંતને અનેક પરિપ્રેક્ષમાં ખોટા નહિ કહી શકાય. પરંતુ એકબીજાના સંદર્ભમાં જ્યારે આપણે વિચાર કરીએ છીએ ત્યારે એ વિચારવું આવશ્યક થઈ જાય છે કે કેવળ મનોવિજ્ઞાનના આધાર પર જ આપણે જે પ્રકૃતિને માનીને ચાલીશું તો અધ્યાત્મ દ્વારા સંમત પ્રકૃતિને સંસ્પર્શ પણ નહિ થઈ શકશે. અધ્યાત્મ જે ગૂઢ અને રહસ્યમય તત્વ આત્માનું પ્રતિપાદન કર્યું છે, તેને અનાવૃત કર્યું છે, તે ભૂમિકા પર પહોંચીને જે આપણે વિચાર કરીએ છીએ તે એ સમજવામાં કોઈ મુશ્કેલી નથી આવતી કે સંવેગ પણ આપણે પ્રકૃતિ નથી અને આગ પણ આપણી પ્રકૃતિ નથી. આ જેટલા પેશન્સ અને ઇમોશન્સ તે સર્વ વિકૃતિઓ છે. યંત્રોનું નિર્માણ કે પ્રયોગ પણ આપણું પ્રકૃતિ નથી. વિકૃતિ છે, તે બધી
૨૪૦
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org