________________
ઊઠાવવા માટે ઉત્સુક ન થઈ જાય. આ પારકું ધન છે. આપણે એના પર કઈ અધિકાર નથી. બાંકા બેલીઃ પતિદેવ ! આપને સચ્ચાઈનું દર્શન નથી થયું. આપના મનમાં મહોર અને ધૂળમાં તફાવત છે. મારા મનમાં કંઈ એવો ભેદ નથી. જેવી મહેર છે તેવી જ ધૂળ છે અને જેવી ધૂળ છે તેવી જ મહોર છે. તક ક્યારે કયાં?
આપણા મનમાં બહુ ભેદ છે. બહુ તર્ક છે. પ્રત્યેક ભેદને અર્થ છે પ્રત્યેક તર્ક. અભેદમાં કઈ તર્ક નથી હોતો. સમષ્ટિમાં કેઈ તક નથી હતા. તકને અર્થ થાય છે ભેદ અને ભેદને અર્થ થાય છે ત5. ભેદ જ તર્કને જન્મ આપે છે. જે બધી ચીજો સરખી હોય તે કઈ તર્ક પેદા નહિ થશે. આપણે બધા વ્યવહાર સમાન હોય તો કઈ તર્ક પેદા નહિ થશે.
તક ક્યારે પેદા થાય છે? એક દિવસે એક પ્રકારનું આચરણ કર્યું. અને બીજા દિવસે બીજા પ્રકારનું આચરણ કર્યું તે તર્ક પેદા થશે. આવો પ્રશ્ન ઊભું થશે–કાલે આવું કર્યું હતું, આજે આવું કેમ? જેટલા ભેદ એટલો તર્ક. ભેદ તર્કનો જનક છે. અભેદમાં કઈ તર્ક નથી હેતે. આપણે એ સ્પષ્ટ જાણી લેવું જોઈએ કે આપણી પ્રકૃતિમાં કઈ ભેદ નથી. ત્યાં માત્ર ચેતના છે. કેવળ ચેતના. તેથી આપણે વારંવાર પ્રેક્ષાનો પ્રયાગ કરીએ છીએ. જેથી પોતાની પ્રકૃતિને જાણી શકીએ, સમજી શકીએ. પોતાની ચેતના સાથે સંપર્ક સ્થાપિત કરી શકીએ, જે આપણી મૂળ પ્રકૃતિ છે ચેતના તેને ઓળખી શકે. આપણે જે વિકૃતિને પ્રકૃતિ માની લીધી છે એ ધારણું સમાપ્ત થઈ જાય અને સચ્ચાઈ આપણને પ્રાપ્ત થાય. આપણી પહોંચ મૂળ સુધી પહોંચી જાય.
જ્યારે આ અભેદની ચેતના જાગે છે ત્યારે તર્ક સમાપ્ત થઈ જાય છે. ચેતનાને વિકૃત બનાવતાં તરવે
હિંસા, અસત્ય, ચૌર્ય, અબ્રહ્મચર્ય અને પરિગ્રહ, પાંચ આશ્રવ, ક્રોધ, માન, માયા લેભ–આ ચાર કષાય અને એ પરિવારના અન્ય સભ્ય આ બધાં જ વિકૃતિ પેદા કરે છે. આ ચેતનાને વિકૃત બનાવનાર પરિવાર છે. પણ આપણે તેને સ્વાભાવિક માન્યો છે, પ્રકૃતિ માની લીધી છે.
૨૩૮
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org