________________
આપવી સ્વાભાવિક માનવામાં આવે છે. આ ભેટ અને લાંચ વચ્ચે શો ભેદ થયો, માત્ર નામનું જ અંતર છે. જૂના જમાનામાં ભેટ ચાલતી હતી, આજે લાંચ ચાલે છે. એટલે ફેર જરૂર પડ્યો છે કે આજે માંગીને લેવામાં આવે છે, પહેલાં માંગવામાં નહોતી આવતી. પહેલાં કઈ માનવી રાજા પાસે જે તે રાજાને અવશ્ય ભેટ ચઢાવતો. તેનું કામ તરત જ પતી જતું. એટલા માટે કહેવામાં આવતું હતું–રિવતપર્વ પર રાળા, સેવ, હિમા' રાજા, દેવતા, ગુરુને ખાલી હાથે જોવા નહિ જોઈએ. પ્રયોજન એ જ હતું કે ખાલી હાથે જઈશ તો કામ બનશે નહિ. તેઓ પણ ભેટ ચડાવા અપેક્ષા રાખે છે. એવી સ્થિતિમાં સામાન્ય માણસની તો વાત જ શી ?
મનુષ્ય આ નિયમને પ્રાકૃતિક માની લીધું છે કે કંઈક આપવાથી કંઈક મળે છે. તે વિનિમયને સિદ્ધાંત છે. એને પ્રાકૃતિક નિયમ કેવી રીતે માની શકાય. કંઈક કેટલીયે અપ્રાકૃતિક વાતાને મનુષ્ય પ્રાકૃતિક માની લે છે. એ જ કારણ છે કે મનુષ્ય પ્રાકૃતિકના સ્તર પર સચ્ચાઈ જેવામાં, સમજવામાં સમર્થ નથી હોતો.
પ્રકૃતિ : વિકૃતિ
- જયાચાર્યે પ્રકૃતિનું જે વિશ્લેષણ કર્યું છે તેનું જે સમર્થન કર્યું છે અને વિકૃતિની જે નિંદા કરી છે, તે ભાષાને આપણે ન પણ સમજી શકીએ. પરંતુ તે ભાષા પાછળ જે સચ્ચાઈ છુપાઈ છે તેને આપણે અસ્વીકાર નહિ કરી શકીએ. તેમાં ઘણી મોટી સચ્ચાઈ છૂપાઈ છે. સત્ય એ છે કે આપણું બુદ્ધિમાં હજી પણ તે ભેદવાળી બુદ્ધિ સમાયેલી છે. અભેદની બુદ્ધિ નથી જાગી. રાંકા-બાંકા
રાંકાની પત્નીનું નામ હતું બાંકા. બંને ક્યાંક જઈ રહ્યા હતા. રાંક થોડે આગળ ચાલી રહ્યો હતો. તેણે જોયું, રસ્તામાં એક સોનામહાર પડી હતી. તેણે વિચાર્યું–પત્ની પાછળ આવી રહી છે. સોનામહોર જોઈને તેના મનમાં લાલચ જાગી ન જાય. તે એને ઉઠાવી ન લે. તેણે તે મહેર પર માટી નાંખી દીધી. પત્ની નજીક આવી. તેણે જોઈ લીધું. આવતા જ બોલીઃ પતિદેવ ! આ આપે શું કર્યું ? મહોર પર ધૂળ કેમ નાંખી દીધી? રાંકાએ કહ્યુંઃ ધૂળ એટલા માટે નાંખી કે તું એને
૨૩૭
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org