________________
પણ બની શકે છે. એક નાનું સરખું બાકેરું બની જાય તો સમગ્ર બંધને તેડનાર રસ્તા પણ બની શકે છે. પ્રશ્ન નાના મોટાને નથી. પ્રશ્ન છે બીજને. એક વખત પ્રલયનું બીજ વાવી દીધું તો પછી તેને અંકુરિત કે પલ્લવિત થતા કેઈ રોકી શકતું નથી. આજે કોઈપણ વ્યક્તિ અણુશસ્ત્રોના નિર્માણને રોકવામાં અસમર્થ છે. અણુશસ્ત્રોનું નિર્માણ રોકવા માટે કેટલી બધી સંધિઓ થાય છે, કેટલા ઉપક્રમે થાય છે, પણ બધા વ્યર્થ બની જાય છે. સૌથી વધુ આશ્ચર્યની વાત તે એ છે કે જે રાષ્ટ્ર પાસે પ્રચુર માત્રામાં અણુશસ્ત્રોનો ભંડાર છે તે ઇચ્છે છે કે બીજ કોઈપણ રાષ્ટ્ર અણુશસ્ત્રનું નિર્માણ ન કરે. તે બધી મોનોપોલી પોતાના હાથમાં રાખવા ઈચ્છે છે. આવી સ્થિતિમાં એકાધિકારની સ્થિતિમાં આ કેવી રીતે સંભવ થઈ શકે છે? એક વખત જે નિર્માણ થતું ચાલ્યું આવે છે, તેના પર નિયંત્રણ કરવું એ કોઈના હાથની વાત નથી રહેતી.
| મૂળ વાત પર આપણે ધ્યાન આપીએ. જે પ્રવૃત્તિને શરૂઆતથી જ રોકવામાં નહિ આવે, પ્રારંભની ઉપેક્ષા કરવામાં આવે તો તેના વિકાસને કદી રોકી નહિ શકાશે.
આરાધનામાં પિતાના દુષ્કતની નિંદા છે, ઘણું છે કે બીજાની નિંદા કરે છે, સમીક્ષા અને આલોચના કરે છે.
નિંદની કક્ષાએ નથી જઈ શક્ત
ટાગોર વિશિષ્ટ કવિ હતા. તેઓ વિચારક જ નહિ, શાંત સાધક પણ હતા, તેઓ અભય હતા. તેઓ મૃત્યુના ભયથી અતીત થઈ ચૂક્યા હતા. ખૂબ શાંત રહેતા હતા. પણ ગમે તેમ કહે નિંદકેને રોકી નથી શકાતા. ટાગોરની આલોચના અને નિંદા થવા લાગી. શરચંદે કહ્યું : અમારાથી આલોચના સહન નથી થતી. આપ તેનો પ્રતિકાર કરો. ટાગોરે શાંત ભાવે કહ્યું તમે જાણે છે. હું નિદકે અને ટીકાકારની કક્ષાએ નથી જઈ શકતા. મારું પોતાનું એક સ્તર છે. તેને છેડીને, હું આલોચના સ્તર પર જાઉં ત્યારે જ તેનો પ્રતિકાર થઈ શકે છે, નહિ તો નહિ. હું એવું કદી નથી કરી શકતા.
વ્યક્તિ ગમે તેટલી શાંત હાય, હજુ હોય, સહજ હોય પરંતુ આલોચનામાં રસ લેનાર તેની પણ આલોચના કરી દે છે, નિંદા કરી બેસે છે.
૨૩૫
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org