________________
આદિવાસીઓને જમાને હતો. શું આજને વિકસિત મનુષ્ય તે અવસ્થામાં પાછા ફરશે? શું તે પાછો આદિવાસી બનશે? શું તે ફરી જંગલી બનશે? શું તે ફળ-ફૂલે પર પિતાનું જીવન ચલાવશે ? શું બધાં યંત્રને છોડીને તે ઊખળ અને મૂસળના પ્રયોગ પર આવી જશે? શું તે બધાં યંત્રોને બંધ કરી દેશે? જ્યાં ઊખલની જરૂર નથી ત્યાં મૂસળની પણ જરૂર નથી. ઊખલ અને મૂસળની જરૂર ત્યારે પડે છે જ્યારે માનવી રાંધીને ખાય છે, રાંધે છે, પ્રાકૃતિક ચિકિત્સક કહે છે : રાંધવાની કાંઈ જરૂર નથી. અનાજ ખાવું હોય તે કાચું જ ખાવ, રાંધો નહિ. દૂધ પીવું હોય તે એમ જ પીવો, ઉકાળે નહિ, અગ્નિને ઉપગ નહિ કરે.
જે એક પ્રાકૃતિક ચિકિત્સક કહે કે ઊખલને પ્રોગ, મૂસળને પ્રવેગ, ચકકી વગેરેનો પ્રયોગ વ્યર્થ છે તે આ વ્યર્થતાની ભાષા સમજમાં આવી શકે છે. અને તે ભાષાના સંદર્ભમાં જયાચાર્યની ભાષા પણ સમજમાં આવી શકે છે કે મેં કઈપણ જન્મમાં જે ઊખલ, મૂસળ અને ચક્કીનો ઉપયોગ કર્યો હોય તો તેની નિંદા કરું છું. પરંતુ આજની સભ્યતામાં રહેનાર મનુષ્ય આ ભાષાને સહન પણ નથી કરી શકતો. તે એને અવિકસિત સમાજનું ચિત્રણ માનશે. ખૂબ જટિલ સમસ્યા છે. તર્કના આધારે આ વાત સમજમાં નથી આવી શકતી, આ તર્કને વિષય પણ નથી. પરંતુ અહિંસા અને પ્રકૃતિને આધારે જ્યારે વિચાર કરીએ છીએ ત્યારે સ્પષ્ટ પ્રતીત થાય છે કે સચ્ચાઈ આ જ છે, કરી શકે કે ન કરી શકે, આ મનુષ્યની લાચારી છે. ડોકટરેને દષ્ટિકોણ બદલાઈ ગયે
સચ્ચાઈને અસ્વીકાર નહિ કરી શકાય. સચ્ચાઈ એ છે, શ્લેષ્માહીન આહાર કરનાર જેટલો સ્વસ્થ રહી શકે છે તેટલો સ્વસ્થ શ્લેષ્માયુક્ત આહાર કરનાર નથી રહી શકતે. પ્રોટીન ન ખાનાર જેટલો સ્વસ્થ રહી શકે છે, તેટલે સ્વસ્થ પ્રોટીન ખાનાર નથી રહી શકતો. આજના ડોકટરોને એ સિદ્ધાંત જ બની ગયું છે કે જે પ્રેટીન ન મળે તે મનુષ્યનો વિકાસ નથી થઈ શકતો. તેઓ પ્રોટીનહીન આહારની વાત જ વિચારી નથી શકતા. તેઓ એ અવશ્ય જાણે છે કે પ્રેટીન કેટલી બીમારીઓનું જનક હોય છે. એક યુગ હતો જ્યારે પ્રોટીનને સેવન પર વધારે ભાર મૂકવામાં આવતા. આજે એટલે ભાર મૂકવામાં નથી આવત. ડોકટરોને દષ્ટિકેણ પણ બદલાઈ ગયો છે.
૨૩૩
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org