________________
છીએ. આપણી ધારણાઓ ધર્મ સાથે જોડાઈ નથી. આપણી ધારણ પિતાને બદલવાની સાથે જોડાયેલી નથી. મૂછને ઓછી કરવી, સંસકાર બદલવા, આદતો બદલવી, ધારણાઓમાં પરિવર્તન લાવવું–આ આપણે ધર્મનું કાર્ય નથી માન્યું. આપણે ધર્મનું નાનું મોટું કામ માની રાખ્યું છે. ગુરુના આશીર્વાદ પ્રાપ્ત કરવા, પ્રણામ કરી લેવા, ભક્તિ કરવી, યાચના કરવી. બસ, ધર્મનું કાર્ય સમાપ્ત. એવું કરનાર ધર્મના શરણમાં નથી જતા, પરંતુ યાચના, કામનાનાં શરણમાં જાગ છે. માણસ કામનાને લીધે જ ધર્મ કરે છે. અને કામનાની પૂર્તિ થતાં ધર્મનાં ગુણગાન કરે છે. તથા કામનાની પૂર્તિ ન થતા ધર્મની નિન્દા કરતા સંકોચ અનુભવ નથી કરતો. ત્યારે તે ભગવાનને પણ ગાળ દે છે. ગુરુને પણ ગાળ દે છે. તેમની અવમાનના કરે છે.
આ વૈજ્ઞાનિક યુગમાં બધી ધારણાઓ બદલાઈ રહી છે. વિજ્ઞાન મિથા માન્યતાઓ અને અંધવિશ્વાસ પર પ્રહાર કરી રહ્યું છે. જે આ સમયે પણ ધર્મના આચાર્યો અને ગુરુઓએ ધર્મના વિષયમાં નવું ચિંતન અને નવા પ્રયોગ નહિ કર્યા તે “ધર્મ સર રજિ ” વાળી વાત વિસ્મૃત થઈ જશે. માત્ર “gવાર્થ સરળ છામિ' વાળી વાત યાદ રહેશે. મનુષ્ય મને વિષાદથી ગ્રસ્ત થઈ જશે. આજે પરિવર્તનની ગતિ કેટલી તીવ્ર છે, તેને સમજવી જોઈશે.
એક માર્મિક વ્યંગ છે. એક મહિલા કીમતી સાડી પહેરીને જઈ રહી હતી. સામે તેની એક સાહેલી મળી. કીમતી વેશભૂષા જેઈને તેણે પૂછયું–અરે, લાગે છે કે તારા પતિને સારી કરી મળી ગઈ છે ? તે બેલી–મારા પતિને સારી નોકરી નથી મળી, પરંતુ મને સારો પતિ મળી ગયો છે.
કેવી મર્મની વાત છે. જૂની ભાષામાં પૂછી શકાય છે કે તમારા પતિને સારી નોકરી મળી ગઈ હશે, પરંતુ આ છૂટાછેડાના યુગમાં જ્યાં સવારે લગ્ન અને સાંજે છૂટાછેડા હોય છે, ત્યાં એ જ વાત હોઈ શકે છે કે મને સારો પતિ મળી ગયો.
જ્યાં આટલી કુતગતિએ પરિવર્તન થઈ રહ્યું છે ત્યાં જે ધર્મની ધારણમાં પરિવર્તન નહિ આવ્યું તે મુશ્કેલી પડશે.
૨૨૪
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org