________________
આવક અને ખર્ચ પણ તે જ પ્રમાણમાં હતાં. પરંતુ આનંદ વ્યક્તિગત જીવનમાં ખૂબ સંયમી હતો. શરીર નિર્વાહ માટે તે અપતમ સાધનો જ ઉપગમાં લે. પહેરવાનાં કપડાંનું પરિમાણ, ખાવાપીવાની વસ્તુઓનું પરિમાણ, યાતાયાતનું (જવા-આવવાનું) પરિમાણ, કંઈ કેટલાંયે પરિમાણુ કરી રાખ્યાં હતાં, તે ધનકુબેરે. તેનું વ્યક્તિગત જીવન ખૂબ સંયમિત હતું. સાધન સામગ્રીની પ્રચુરતા અને સુલભતા હોવા છતાં પણ તે એને અલ્પતમ ઉપયોગ કરતા હતા. તેટલો જ ઉપયોગ કરતો એટલે જીવનનિર્વાહ માટે અત્યંત જરૂરી હતો. એક તરફ વ્યક્તિગત જીવનમાં આટલો સંયમ, બીજી તરફ અપાર સંપત્તિ. કે વિચિત્ર ગ! યથાર્થ ગ!
કંજૂસની મનઃસ્થિતિ
આજે મનુષ્ય આનાથી વિપરીત રીતે ચાલી રહ્યો છે. તે ધન અજિત કરે છે, અને પિતાના જીવન માટે વધારે ને વધારે તેને વ્યય કરે છે. પિતાની સુખ-સુવિધા માટે વ્યય કરતાં કદી ખંચકાતો નથી. પરંતુ જ્યાં સ્વને પ્રશ્ન નથી હોતો, પર પ્રશ્ન આવે છે, ત્યાં તે કૃપણું બની જાય છે. મુઠ્ઠી બાંધી દે છે, એક પૈસે આપો પણ તેને મુશ્કેલ કામ લાગે છે.
એક કંજૂસ હતા. ઘરે મહેમાન આવ્યા. તે પિતાની મુઠ્ઠીમાં એક રૂપિયો લઈને શાકભાજી લેવા બજારમાં ગયો. માલણ પાસે પહોંચ્યો. શાકભાજીના ભાવ નક્કી કર્યા. માલણ શાકભાજી તાલવા લાગી. શેઠે મુઠ્ઠી ખેલી. તે પસીનાથી તરબતર હતી. પરસેવો ટપકી રહ્યો હતો. તેણે રૂપિયાને સંબોધન કરીને કહ્યું ઃ યારા દોસ્ત! તું મારાથી દૂર થવા નથી ઈચ્છતા, વિયેગની સ્થિતિમાં તું રડી રહ્યો છે. રડ નહિ, હું તને છોડીશ નહિ. શેઠે ફરીથી મુઠ્ઠી બાંધી અને શાકભાજી લીધા વગર ઘરે આવી ગયો.
પારકા માટે ખર્ચ કરવાની આ માનસિક સ્થિતિ છે.
નવા યુગનું સૂત્ર
ધર્મ સરણં ગચ્છામિ'–આ નવી યુગધારાનું મહત્વપૂર્ણ સૂત્ર છે. આ જૂની ભાષામાં નિબદ્ધ છે, પણ શાશ્વત–સત્યનું પ્રતિપાદન કરનાર સૂત્ર છે. આપણે ધર્મની પ્રચલિત ધારણાને બદલીએ. ધર્મને પિતાનાથી ભિન્ન ન માનીએ. આપણે ધર્મને પિતાનાથી ભિન્ન માનીએ
૨૨૩
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org