________________
નહિ, પરંતુ પદાર્થને ઉપયોગ માત્ર છે. ઉપયોગિતા અને પ્રતિબદ્ધતા વચ્ચે ઘણું મોટું અંતર છે.
મન કેમ તૂટે છે?
ભગવાન મહાવીરે એક શબ્દ આપ્યો–લાઘવ.” મુનિ “લાઇવ'નું પ્રતીક હોવો જોઈએ. તેણે હલકા થવું જોઈએ. જેટલો પદાર્થથી બંધાય છે, તેટલે ભારી થઈ જાય છે અને પદાર્થથી જેટલું મુક્ત થાય છે. તેટલો હલ થઈ જાય છે. જેમ જેમ પદાર્થની પ્રતિબદ્ધતા વધે છે તેમ તેમ મન ભારી થઈ જાય છે. ચિન્તન ભારી થઈ જાય છે, મન તૂટવા લાગે છે. ફરીથી દુર્બળતાઓ આવે છે. જેમ જેમ અવસ્થાને પરિપાક થાય છે, મન ક્ષીણ અને દુર્બળ થઈ જાય છે. પછી માનવી એને સંભાળી શકતા નથી. એકિમ જાતિ
આ પરિવર્તનશીલ સંસારમાં, આજે પણ એવું પ્રતીત થઈ રહ્યું છે કે સચ્ચાઈ સમજાઈ નથી રહી, અને માનવી પદાર્થને અપરિવર્તનશીલ માનીને તેને ચીટકી રહ્યો છે. ધર્મને અર્થ છે–ત્રીજી ધારા. પદાર્થને નિષેધ નહિ, પદાર્થની પ્રતિબદ્ધતા નહિ, પરંતુ પદાર્થને માત્ર ઉપયોગ, કેવળ ઉપગ. એસિક જાતિના લેકે તેનું પ્રતીક છે. જે ધ્રુવીય પ્રદેશની યાત્રા કરે છે તે આ જાતિના લોકોના સંપર્કમાં આવે છે. એસ્કિમે ાતિના લેકે બરફના પ્રદેશમાં પ્રાપ્ત થતાં જાનવરોના વાળમાંથી બનેલાં કપડાં પહેરે છે. તે ખૂબ ગરમ હોય છે. સુંદર હોય છે. યાત્રી એના પર મુગ્ધ થઈને કપડાંની માંગણી કરે છે. તે તરત જ તે ઉતારીને આપી દે છે. કોઈએ પૂછી લીધું–આપ આટલા ઉદાર કેમ છે ? તેને જવાબ હોય છે–અમે તે કપડાંને ઉપયોગ કરી લીધો છે. હવે અમારા મનમાં તેમના પ્રત્યે કોઈ ઉત્કંઠા, આકાંક્ષા કે આકર્ષણ રહ્યું નથી. જેમણે આજ સુધી આ કપડાં પહેર્યા નથી, તેના મનમાં ઉત્કંઠા છે. અમે તેમની ઉત્કંઠા પૂરી કરીએ છીએ. અમારી તરસ છિપાઈ ચૂકી છે. તેમના મનમાં હજી પણ તરસ બાકી રહેલી છે. અમે તેમની તરસ છિપાવવી એ કર્તવ્ય માનીએ છીએ. આ એક વાત છે. બીજી વાત એ છે કે કોઈ વ્યક્તિ વસ્તુની માંગણી કરે અને અમે ન આપીએ. તે એને અર્થ એ થશે કે અમે વસ્તુના ગુલામ છીએ. હકીકતમાં આપણે
૨૧૭
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org