________________
પદાર્થને સ્વામી નથી રહેતો. તેને સેવક બની જાય છે. તે પદાર્થને ભક્તા નથી રહેતેપદાર્થને ભાગ્ય બની જાય છે. પછી તે પદાર્થ માટે રહી જાય છે, પિતાને માટે નથી રહેતો. આ છે–પદાર્થની પ્રતિબદ્ધતા.
પદાર્થની પ્રતિબદ્ધતાએ સંસારને એક વિચિત્ર સ્થિતિમાં લાવીને મૂકી દીધો છે. આજે જેટલે માનસિક વિષાદ છે, માનસિક ડિપ્રેશન છે, માનસિક વિકૃતિઓ છે, એટલી ભૂતકાળમાં ન હતી એનું સ્પષ્ટ કારણ છે કે આજે પદાર્થની પ્રતિબદ્ધતા જેટલી તીવ્ર છે, તેટલી ભૂતકાળમાં ન હતી. ન જ હતી એવું કહેવા નથી ઈચ્છતે. તે વખતે એક મનોવૃત્તિ અવશ્ય ન હતી. ધનનું અજન “માસરમાણુ સાતમી પેઢી માટે કરવામાં આવતું હતું, ધન માત્ર પોતાના જીવનનિર્વાહ માટે જ નહિ, પરંતુ સાતમી પેઢીને સુખી કરવા માટે પ્રાપ્ત કરવામાં આવતું હતું. આ એક મનોવૃત્તિ હતી. જે દુનિયામાં પિતાના જીવનનો જ ભરોસે નથી હોતો, ત્યાં સાતમી પેઢીની વાત વિચારે, કેટલી નાદાનિયત. ત્રીજી પેઢી સુધી કઈ ધનવાન રહી જાય તે આશ્ચર્ય માનવું જોઈએ. ત્રીજી પેઢી આવતા આવતા કોઈ ધનવાન ન રહે તે કોઈ આશ્ચર્ય નથી. ધન કમાનાર પહેલી પેઢી સારી હોઈ શકે છે. બીજી પેઢી ડામાડોળ થતી સારી હોઈ શકે છે ત્રીજી આવતા આવતા સમગ્ર જીવન વ્યસનગ્રસ્ત થઈ જાય છે. ધનની સાથે પ્રમાદ વધે છે. આળસ આવે છે. આરામપ્રિયતા વધે છે. ટે બગડે છે ત્યારે ચક્ર ઊંધું ફરવા લાગી જાય છે, તો પછી સાતમી પેઢીની વાત જ ક્યાં આવે છે?
પ્રતિબદ્ધતાનું પરિણામ
પદાર્થની પ્રતિબદ્ધતાએ આજે વિચિત્ર પ્રકારની માનસિક સ્થિતિ પેદા કરી દીધી છે. જ્યારે માનસિક વિષાદ અને વિકૃતિ વધી ત્યારે લેકેને વિચારવાનો અવસર મળે. આજે ભારત પદાર્થથી એટલે મુક્ત નથી જેટલું અમેરિકા છે. અમેરિકા પાસે ધન ઘણું છે. પદાર્થો ઘણાં છે. પરંતુ પદાર્થોની શરણમાં જઈને એણે અનુભવ કર્યો કે સમગ્ર દેશ પાગલપણું તરફ આગળ વધી રહ્યો છે. જ્યારે એની સ્પષ્ટ અનુભૂતિ થઈ ત્યારે તેણે કરવટ બદલી. આજે તે રૂપાંતરણ કરવાને સંપૂર્ણ પ્રયત્ન કરે છે.
૨૧૫
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org