________________
ધર્મ શું? કયો?
એક પ્રશ્નચિહ્ન ઉપસી આવે છે–ધનપતિ અને ધર્મ? ધન અને ધર્મને સંબંધ જ શે? અજબ જેવી વાત લાગે છે. પ્રશ્ન થયો–ધર્મ શું છે? કે ધર્મ ? ધર્મની સાથે “ક” શબ્દ જોડાઈ ગયો. વિશેષણ વગર ધર્મની ઓળખ જ નથી થતી. જેમાં કોઈ માણસ સાથે જાતિવાચક શબ્દ ન જેડીએ તે તેની ઓળખ નથી પડતી. તેવી જ રીતે ધર્મની સાથે વિશેષણ ન જોડાય તો તેની ઓળખ નથી પડતી. આજે સંપ્રદાયનો ધર્મી પર એટલે બધો પ્રભાવ છે કે સંપ્રદાયના માધ્યમ વડે જ ધર્મ જાણી શકાય છે, નહિ કે ધર્મના માધ્યમથી સંપ્રદાય. ધર્મને માટે સંપ્રદાય બન્યા, પરંતુ સંપ્રદાય મુખ્ય થઈ ગયા અને ધર્મ ગૌણ થઈ ગયો. સંપ્રદાય પ્રથમ હરોળમાં આવી બેઠો અને ધર્મ પાછળ ખસી ગયો. આજે સ્પષ્ટ છે કે ધર્મ માટે સંપ્રદાય નથી, સંપ્રદાય માટે ધર્મ છે.
પ્રશ્ન સ્વભાવિક હતા. મેં કહ્યું કે હું નિર્વિશેષણ ધર્મમાં વિશ્વાસ કરું છું. અણુવ્રત આંદોલન નિવિશેષણ ધર્મનું પ્રતિનિધિત્વ કરે છે. તે ધર્મ છે, પણ કયો ? એ તેની સાથે વિશેષણ નથી જેડાયું. તે નિર્વિશેષણ ધર્મ છે. જૈન, બૌદ્ધ, શીખ, ઇસ્લામ, ઈસાઈ, વૈદિક–આ બધાં ધર્મના વિશેષણો છે. સંપ્રદાય છે. અણુવ્રત વિશેષણ-મુક્તધર્મ છે. તે માત્ર ધર્મ છે.
આ એ જ રીતે ધર્મનો અર્થ છે–પદાર્થની પ્રતિબદ્ધતાથી મુક્તિ. આ ધર્મમાં કોઈ વિશેષણ આવશ્યક નથી.
આચાર્ય ભિક્ષુને પૂછ્યું : ધર્મ શું છે? અધર્મ શું છે? તેમણે સંક્ષેપમાં ખૂબ જ સારગર્ભિત જવાબ આપ્યો. ત્યાગ-ધર્મ છે. ભોગ અધર્મ છે. બે અક્ષરોની પરિભાષા. ખૂબ જ માર્મિક પરિભાષા. ત્યાગમાં તે બધું આવી ગયું જે ધર્મ છે. ભોગમાં તે બધું આવી ગયું. જે અધર્મ છે.
પછી પ્રશ્ન થયું. ત્યાગ શેને? ભેગ શેને ? પદાર્થને નહિ, પ્રતિબદ્ધતાને ત્યાગ
પદાર્થને ત્યાગ સંભવ નથી હોઈ શકતો. પદાર્થને ત્યાગ નહિ, પદાર્થની પ્રતિબદ્ધતાનો ત્યાગ. મનુષ્ય જેમ જેમ ધન અજિત કરે છે, જેમ જેમ પદાર્થ જગતની યાત્રા કરતો જાય છે, તેમ તેમ પદાર્થથી પ્રતિબદ્ધ થતો જાય છે. તે પદાર્થથી એટલે બંધાઈ જાય છે કે પછી તે
૨૧૪
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org