________________
ધમૅ સરણું ગચ્છામિ
ગરીબી અભિશાપ છે.
એક ધનપતિ મારી પાસે આવી બેલ્યો : હું ગરીબીથી ખૂબ પીડિત હતા. ખાવાને પૂરતું ભજન પ્રાપ્ત થતું ન હતું. ચારે બાજુ અભાવ જ અભાવ. ખૂબ દુઃખના દિવસે વિતાવી રહ્યો હતો. એક યુગ પ્રાપ્ત થયે. એક અર્થશાસ્ત્રીની સલાહ લીધી. તેણે ખૂબ સારો ઉપાય બતાવ્યા. મેં તે ઉપાયને કાર્યાન્વિત કર્યા. મેં ઈચ્છાઓ વધારી. શ્રમ કર્યો. ઉત્પાદન વધ્યું. ધન વરસવા લાગ્યું. હું ધનપતિ બની ગયો. ગરીબીને અભિશાપ સમાપ્ત થઈ ગયા.
દુનિયામાં સૌથી મોટો અભિશાપ છે–ગરીબી. એનાથી મોટો કેઈ બીજે અભિશાપ નથી હોતે. ગરીબ માણસની બધી વિશેષતાઓ સમાપ્ત થઈ જાય છે. જેમની પાસે પૈસા નથી હોતા, તેમની પાસે કશું પણ નથી હોતું. જેમની પાસે પૈસા હોય છે તેમની પાસે સર્વ કાંઈ હેાય છે.
મારા ધનની કઈ સીમા ન રહી. પરંતુ એક મુશ્કેલી વધી ગઈ. મારું મન વિષાદથી ભરાઈ ગયું. મન દુર્બળ થઈ ગયું. ખૂબ પીડિત છું–માનસિક વિકૃતિઓથી. હવે હું આપની પાસેથી સલાહ ઈચ્છું છું. મારે શું કરવું જોઈએ?
આ દુનિયામાં બે ધારાઓ બરાબર ચાલી રહી છે. એક છે અમીરીની ધારા અને બીજી છે ગરીબીની ધારા. ક્યાં તો માનવી અમીર છે અથવા ગરીબ છે. આ સિવાય ત્રીજા વિકલ્પમાં હોવું કેઈ જણાતું નથી અને માનતું પણ નથી. જ્યારે ગરીબ અમીર બની જાય ત્યારે કઈ ત્રીજું સોપાન ચઢવા માટે નથી. જે કોઈ ત્રીજું પાન હોય, સીડી હોય તો તે સત્તાની, ગરીબીથી અમીરી, અમીરીથી સત્તા. બસ અંત આવી ગયો. સત્તા કે અધિકાર ભલે પ્રત્યક્ષ હોય કે પરોક્ષ આગળ કોઈ જગ્યા નથી, કેઈ માર્ગ નથી.
મેં તે વ્યકિતને પૂછયું : શું ખરેખર તમે આ રોગથી છુટકારો મેળવવા ઇચ્છે છે? જે “હા” હોય તો ધર્મના શરણમાં જાઓ.
૨૧૩
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org