________________
બધા સીમાના અતિક્રમણનાં પરિણામ છે. પ્રગતિ માટે સીમાબેધને મૂલ્ય આપવું આવશ્યક છે.
મેં પ્રગતિનાં થોડાં સૂત્રોની વિવેચના પ્રસ્તુત કરી છે. જે આ બધાં સૂત્રો આપણું બુદ્ધિમાં સમાઈ જાય તે પ્રગતિનો માર્ગ પ્રશસ્ત થઈ જાય અને અઢાર પાનાં વ્યુત્સર્ગની ચેતના પણ જાગી જાય છે.
જયાચાર્ય આરાધનામાં પાપની વ્યુત્સર્ગનું સુંદર પ્રકરણ લખ્યું છે. અતીતનું શેધન થાય, આદતો બદલાય, અને ભવિષ્ય માટે એવી વ્યવસ્થા થઈ જાય જેથી પાપનું આગમન ન થાય.
ટેવ બદલવાની પ્રક્રિયા
પ્રેક્ષા ધ્યાનની પ્રક્રિયા ટેવોને બદલવાની પ્રક્રિયા છે. પ્રશ્ન છે—ટેવ કેવી રીતે બદલીએ? પ્રત્યેક વ્યક્તિ ઇચ્છે છે કે આદત બદલાય પણ આદત બદલાતી નથી. કેમ નથી બદલાતી ? રોટલી પૂરી નથી ખાધી. ભૂખ મટી નહિ, પૂરતું પાણું નથી પીધું. તરસ નથી મટી. દવાને પૂરે કેર્સ નથી લીધો. બીમારી મટી નથી. આ રીતે ટેવોને બદલવાનો પૂરો કેર્સ છે. આ મનોવિજ્ઞાનની ભાષા છે. અધ્યાત્મની ભાષામાં પણ એ જ કોર્સ છે.
- વિલિયમ જેમ્સ મનોવિજ્ઞાનિક દૃષ્ટિએ ટેવોને બદલવાને કર્સ પ્રસ્તુત કર્યો છે, તેમાં ત્રણ વાતા મુખ્ય છેઃ
૧ બદલવાની તીવ્ર ઈચ્છા ૨ દઢ નિશ્ચય ૩ નિરંતરતા.
પહેલી વાત છે કે વ્યક્તિના મનમાં તીવ્ર અભીપ્સા જાગે કે તેણે પિતાની ટેવ બદલવાની છે. જ્યાં સુધી આ ઈછા જ પેદા નથી થતી તો પછી બદલવાનો પ્રશ્ન જ નથી થતો. માની લે કે બદલવાની ઈચ્છા પેદા થઈ ગઈ. પરંતુ એનાથી પણ પ્રયજન સિદ્ધ નથી થતું. માણસ રોજ એ ઈચ્છા કરતો જાય કે મારે ક્રોધ નથી કરવો, ક્રોધ ઉત્પન્ન થવામાં કેઈ ફેર નહિ પડશે. ઈચ્છા સાથે દઢ નિશ્ચય પણ જોઈએ. ઈચ્છાને દત નિશ્ચયમાં બદલવી જોઈએ. નિશ્ચય એ જોઈએ કે મારે બદલાવું જ છે, બદલાયા વગર હું ચેન નહિ લઉં. નિશ્ચય દઢ હશે તે રૂપાન્તરણ પ્રારંભ થઈ જશે. દઢ નિશ્ચયની સાથે સાથે નિરંતરતા પણ હોવી જોઈએ. મ-૧૪
૨૦૦
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org