________________
અઢી હજાર વર્ષ થઈ ગયાં. હવે નિર્વાણ વર્ષ મનાવવાનો શો અર્થ છે? ખૂબ સમય વીતી ગયો છે. કથા જૂની થઈ ગઈ છે. હવે શું પ્રયોજન છે?
મેં કહ્યું : હું મહાવીરને જૂના નથી માનતો. મહાવીરની આજે પણ ઉપયોગિતા છે. જે મહાવીર આજની ઉપયોગિતા ન હોય, જો મહાવીર આજની સમસ્યાઓનું સમાધાન ન હોય તે મહાવીરનું નિર્વાણ વર્ષ ઉજવવું વ્યર્થ છે. તેની કોઈ સાર્થકતા નથી.
મહાવીર જૂના નથી. તેઓ આધુનિક છે. આજની સમસ્યાઓના તેઓ સમાધાન છે. અને આજની બધી અનુપયોગિતાઓ વચ્ચે સૌથી વધુ ઉપયોગી છે. આ તથ્યપૂર્ણ વાત છે કે જૂના પ્રત્યે આપણો મેહ ન હોવો જોઈએ. આપણો કઈ પરત્વે મેહ નથી. જેની ઉપયોગિતા સમાપ્ત થઈ ચૂકી છે તેને ભાર વહન કરવા આપણે નથી ઈચ્છતા. કાપડ ઉપયોગી છે તેથી બધા તેને પહેરે છે. કાપડ ફાટી ગયું. તેનામાં ઠંડી રોકવાની, ધૂળથી બચાવવાની તાપને રોકવાની શક્તિ ન રહી તો કોઈ પણ માણસ એને નહિ પહેરશે. તે એ નહિ વિચારશે કે બિચારાએ આટલું કામ આપ્યું હતું. મારી આટલી સુરક્ષા કરી હતી. આ દુનિયા સ્વાર્થી છે. આ સ્વાર્થી દુનિયામાં પોતાની ઉપયોગિતા ખોઈ દેનાર કંઈ પણ વ્યક્તિ પિતાનું મૂલ્ય જાળવી શકતી નથી. આપણે પ્રગતિનું આ સૂત્ર સમજીએ. અને પિતાની ઉપયોગિતા વધારતા જઈએ, ઉપયોગિતાને અનિવાર્ય બનાવી દઈએ.
પ્રગતિનું ત્રીજું સુત્ર : સીમાબેધ
પ્રગતિનું ત્રીજું સૂત્ર છે—સીમાબેધ. વ્યક્તિ પોતાની સીમાઓને સમજે. આ સંસારમાં શક્તિમાન વ્યક્તિ હોય છે, પણ એવી એક પણ વ્યક્તિ નથી હોતી જે સર્વ શક્તિ-સંપન્ન હોય. શક્તિની સીમાઓ છે. પ્રત્યેક વ્યક્તિની શક્તિની મર્યાદા છે. સીમાતીત કોઈ નથી હોતું. અસીમ અને અનંત કેઈ નથી હોતું. દરેક વ્યક્તિ સાથે સીમા જોડાઈ ગઈ છે. જે પિતાની સીમા નથી જાણતા તે પ્રગતિ નથી કરી શક્તા. સીમા બોધ અત્યન્ત આવશ્યક છે. આપણું શક્તિની સીમા, આપણું આનંદની સીમા, આપણા સુખની સીમા, સર્વ કાંઈ સીમિત છે. આ સીમા બંધની વિસ્મૃતિને કારણે પ્રગતિને આ રથ ઊલટે ચાલવા લાગી ગયો. એક માણસની પાસે બુદ્ધિ છે. તે વિચારે છે–મારી પાસે બુદ્ધિ છે તો હું
૨૦૭
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org