________________
લે છે કે તે વ્યક્તિ અપરાધીની જેમ મનમાં ને મનમાં ઘેળાવા લાગી જાય છે. આ એક પ્રકારનું કેન્સર છે. કેન્સરની અંતર-વણની—ખબર નથી પડતી. શલ્યની ખબર નથી પડતી. પણ અંદર ને અંદર તે એટલી વિકતિ પેદા કરી દે છે કે એક દિવસ જ્યારે વિસ્ફોટ થાય છે. ત્યારે ખબર પડે છે કે કેટલું ભયંકર પરિણામ આવ્યું છે. અન્તઃશલ્ય કેન્સર છે
ભગવાન મહાવીરનાં દર્શનમાં પહેલું સૂત્ર છે—નિઃશલ્ય થવું. શલ્યને સમાપ્ત કરી દેવું. અન્તાશલ્યને આજની ભાષામાં કેન્સર કહેવામાં આવે છે. જ્યાં સુધી માયાનું શિલ્ય, આકાંક્ષાનું શલ્ય, મિથ્યા દષ્ટિનું શલ્ય, હોય છે ત્યાં સુધી ધર્મની આરાધના નથી કરી શકાતી, ત્યાં સુધી વ્રતને સ્વીકાર થઈ શકતો નથી. તસ્વાર્થ સૂત્રનું પ્રસિદ્ધ સૂત્ર છે–નિઃશલ્યો વતી, વતી એ જ હોય છે જે નિઃશલ્ય છે. જેનું અંદરનું કેન્સર સમાપ્ત થઈ જાય છે, તે જ વતી બની શકે છે, નહિ તો કેન્સર હોય ત્યાં સુધી કઈ વતી બની શકતું નથી. શુગલખેર ખતરનાક હોય છે
પશુ –ચાડી (ચુગલી) પણ બીજાને જેવાથી થાય છે. માણસ બીજાને જુએ છે કેધ કરે છે. ત્યારે ચાડી થાય છે. પિતાની જાતને જેનાર કદી કોઈની પણ ચાડી નથી ખાઈ શકતે. તે કદી યુગલોર નથી થઈ શકતે. ચુગલોર (પીઠ પાછળ ફરિયાદ કરનાર) ખૂબ ખતરનાક હોય છે. તે બે વ્યક્તિઓને અંદરોઅંદર લડાવી મારે છે. અને પિતે તટસ્થ રહીને તમાશો જોતો રહે છે. તે એવી વાત કરે છે કે બંને વ્યક્તિઓનાં મન ફાટી જાય છે.
ચક્રવર્તી ભરત ઈચ્છતા હતા કે તેમના અનુજ બાહુબલી તેમના શાસનનો સ્વીકાર કરે. તેમણે દૂત મોકલીને આ સંદેશો કહેવડાવ્યો, બાહુબલી માટે આ ઘણી અપ્રિય વાત હતી. તેમણે અગ્રજ ભાઈના અનુશાસનને સ્વીકાર નહિ કર્યો. દૂત જવા લાગ્યોબાહુબલીએ કહ્યું : દૂત! મારાભાઈ ભરતને એક વાત કહી દે કે તેઓ અયોધ્યામાં બેઠા છે અને હું તક્ષશિલામાં બેઠો છું. વચ્ચે ઘણું અંતર છે. વચ્ચે અનેક પહાડ અને નદીઓ છે. વચ્ચે સમુદ્ર પણ છે. આ બધા આપણી વચ્ચે હાય, કઈ મુશ્કેલી નથી. પરંતુ આપણી વચ્ચે કોઈ યુગલખેર ન આવે આ ધ્યાન રાખવાનું છે. નહિ તો અનર્થ થતાં વાર નહિ લાગશે.
૨૦૨
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org