________________
તે સંવેદન તીવ્ર થતું ગયું. ઘટના જ્યારે પણ યાદ આવતી તે પિતાની જાતને ભૂલી જતો. અને તે ગ્રંથિની અસરમાં બબડવા લાગી જતો અને એક બીમાર જેવો વ્યવહાર કરવા લાગી જતો.
માનસિક ચિકિત્સકને રેગનું ઉપાદાન મળી ગયું. મૂળ કારણ જાણવા મળી ગયું. તેણે કહ્યું–જુઓ રોગને હું ઓળખી ગયો છું. આના પર કઈ દવા કારગર નહિ નીવડશે. જ્યાં સુધી પ્રતિશોધની ગ્રંથિ ખૂલી નહિ જશે, તમે બીમાર જ રહેશે. બદલાની ભાવના જ્યાં સુધી તમારા મનમાંથી નીકળશે નહિ ત્યાં સુધી ગમે તેટલે ઉપચાર કરો, રેગ દૂર થશે નહિ.
અનેક બીમારીઓ માનસિક દુર્બળતાઓને કારણે વધે છે. એક ભાઈને મેં પૂછયું : તમે સ્વસ્થ હતા. હૃષ્ટપુષ્ટ હતા. તમારું શરીર દઢ મજબૂત હતું. એવી સ્થિતિ કેમ થઈ ગઈ? આજે આખું શરીર થાકેલું માંદુ લાગે છે. શી વાત છે ?
તેણે કહ્યું ઃ મારા પરિવારને એક સભ્ય અત્યંત બીમાર થઈ ગયો હતો. તેની સ્થિતિને જોઈને મને ખૂબ આઘાત લાગ્યો, તે ચાલી શકતો નથી. ઊઠી, બેસી શકતા નથી. નથી પામું ફેરવી શકતો. એવી અવસ્થાએ મને આઘાત ભારે પહોંચાડ્યો છે. તે દિવસથી મારી આ સ્થિતિ થઈ રહી છે. ખાધેલું પચતું નથી કે કોઈ વસ્તુ સારી લાગતી નથી. તે દિવસથી હું બીમાર થઈ ગયે.
મહત્વપૂર્ણ ચિકિત્સા સૂત્ર
આ મનની બીમારી છે, શરીરની નહિ, મનની બીમારી પોતાની જાતને ન જેવાથી પેદા થાય છે. “આત્મા દ્વારા આત્માને જુઓ.” આ એક નાનકડું સુત્ર લાગે છે. પણ આ એટલું મહત્ત્વપૂર્ણ ચિકિત્સા સૂત્ર છે. એની અકસીર દવા છે. કે જે એક સૂત્ર હૃદયંગમ થઈ જાય છે તે ધ્યાન સમજમાં આવી જાય છે. જ્ઞાન સમજમાં આવી જાય છે. બધી પદ્ધતિઓ સમજમાં આવી જાય છે. બધી ચિકિત્સા પદ્ધતિ અને મેથસ આપણું હાથમાં આવી જાય છે.
બીજા પર આરોપ લગાવવાના ભયંકર પરિણામો આવે છે. બીજા પર આરોપ લગાડનાર બીજા પર આરોપ લગાડતાં પહેલાં સ્વયં આરોપિત થઈ જાય છે, અને અજાણતામાં જ મન તે વાતને એટલી પકડી
૨૦૧
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org