________________
મનના તૂટવાના, બીમાર થવાના ઘર થવાના, ત્રણ કારણ છે – શંકા, કાંક્ષા, અને વિચિકિત્સા. જયાચાયે આ જ ત્રણ કારણેનો ઉલ્લેખ કર્યો છે. મનુષ્ય સ્વભાવે શંકાશીલ છે. તે બીજાને શંકાની નજરે જુએ છે, બીજાની આલોચના કરે છે, બીજાની ત્રુટિઓ જુએ છે. માણસની વાત આપણે છેડી દઈએ, સ્વયં ભગવાન પણ જે અહીં આવી જાય તે માણસ તેમને પણ શંકાની દૃષ્ટિએ જોશે, તેની ગુટિઓ અને દુર્બળતાઓને જેશે.
પહેલું કારણ શંકા
એકવાર ભગવાન મર્યલેકમાં આવ્યા. એક નગરમાં પ્રવેશ કરીને ચોરા પર ઊતર્યા. ત્યાં અનેક લેકે ભેગા થયા હતા. બધા અંદરો અંદર ચર્ચા કરી રહ્યા હતા. ભગવાન તેમની પાસે આવ્યા. તેમને પૂછયું: સારું બતાવો, સૃષ્ટિ કેવી લાગી? લેકાએ પૂછયું : તમે કેણ છે? હું સૃષ્ટિને રચયિતા છું. ભગવાને કહ્યું ઃ અહીં કેમ આવ્યા છે ? એક વ્યક્તિએ પૂછી નાખ્યું. ભગવાન બોલ્યા : હું એ જાણવા આવ્યો છું કે આ સૃષ્ટિ કેવી બની છે ?
બધા લેકે શ્રદ્ધાથી અભિભૂત થઈ ગયા. તેઓ બોલ્યા : પ્રભુ ! આપની લીલા અપરંપાર છે. આપની સૃષ્ટિ ખૂબ સુન્દર, સુખદ અને મનમોહક છે. આપે સુંદર ફૂલ, તળાવ, ઉદ્યાન, પર્વત બનાવ્યા. આપે સમુદ્ર કેટલું વિશાળ બનાવ્યો.
એક માણસ બોલ્યો : પ્રભુહું મારા મનની વાત આપને કહું. આપની સૃષ્ટિને જોઈને એ નહિ કહી શકાય કે આ કોઈ બુદ્ધિશાળી માણસે બનાવી છે. દુનિયામાં જે કંઈ અબુદ્ધિમાન હોય તો તે આ સૃષ્ટિને કર્તા છે. જુઓ, આપે સમુદ્રો આટલા મોટા બનાવ્યા પણ તેનું ખારું પાણી બનાવી દીધું. આપ તેનું પાણી મીઠું બનાવી દેતે તે શું બગડી જત? જો એવું હોત તો આજે પાણીની સમસ્યા જ ન હોત. આપે એટલા ઊંચા પહાડ બનાવ્યા, તેના પર ચઢવા માટે માણસે કેટલે શ્રમ કરવો પડે છે? જ્યારે આપે પહાડોનું નિર્માણ કર્યું ત્યારે સાથે સાથે નિસરણી બનાવી દેત, સડકેનું નિર્માણ કરી દેત તો ! આપને માટે તે ચપટી વગાડવા જેટલા ખેલ છે. મને લાગે છે કે સૃષ્ટિમાં એવું કંઈ પણ નથી જેને સમજદારી પૂર્વકની રચના કહી શકાય. આનાથી સારું સર્જન આજને એન્જિનિયર કરી શકે છે. આપે એટલું ધન બનાવ્યું,
૧૯૨
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org