________________
ધ્યાનને અર્થ છે—બદલવાની પ્રક્રિયા ધ્યાનને અર્થ છે–દિશાનું પરિવર્તન ધ્યાનનો અર્થ છે–સ્વભાવનું પરિવર્તન.
જે આ પરિવર્તન ન થયું અને માત્ર કાયોત્સર્ગની મુદ્રા, બંધ આંખો અને ધ્યાનને પ્રયોગ હોય તો એવું લાગે છે કે જે બિન્દુ પર પહોંચીને ધ્યાન થાય છે, બદલવાની પ્રક્રિયા શરૂ થાય છે, હજી તે બિંદુ પકડમાં આવ્યું નથી. પશ્ય શું? શા માટે?
પ્રશ્ન થાય છે–પશ્ય શું છે?
પશ્ય છે મનની શાંતિ, મનની નિર્મળતા. જે માનસ-શરીર જીણશીર્ણ થઈ ગયું છે, તૂટીફૂટી ગયું છે, તેને સંભાળવું છે, તે તેના પર ધ્યાન આપવું પડશે. મન પર ધ્યાન આપવું ખૂબ જરૂરી છે. ખૂબ વિચિત્ર સ્થિતિ છે. આપણું જીવનમાં સૌથી વધુ શક્તિશાળી છે ચિત્ત, મન અને ચેતના. તેના પર આપણે ધ્યાન જ નથી આપતા, સમગ્ર ધ્યાન શરીર પર કેન્દ્રિત કરી દઈએ છીએ. જ્યાં શરીરને કષ્ટ થાય છે ત્યાં માણસ મન અને ચેતનાને પણ ગૌણ કરી દે છે.
સુખનું સાધન છે—શરીર. શરીરને આરામ મળવો જોઈએ. શરીર પર પસીને આવો ન જોઈએ. શરીરને તડકે લાગવા નહિ જોઈએ. માણસ પ્રત્યેક વાત શરીરની દષ્ટિએ વિચારે છે તે ચેતનાને ગૌણ કરી દે છે. જે સમજદારીની આ જ વાત હોત તો આચાર્યશ્રી
એક દિવસ પણ અહીં નહિ આવત, તેઓ અહીં આવે છે. ધગધગતા તાપમાં. શરીર પસીનાથી લથપથ થઈ જાય છે. પગ બળે છે. તડકાથી માથું તપી ઊઠે છે. તે પણ તેઓ આવે છે. શરીરની ચિંતા કરનાર વ્યક્તિ કદી આટલા સખત તાપમાં નહિ આવશે. આચાર્ય સ્વતંત્ર હોય છે. તેઓ મરજી હોય તે આવે, મરજી હોય તે ન આવે. કોઈ પ્રતિબંધ નથી. તેમના પર કોઈ નિયંત્રણ કે નિયમન નથી. તેઓ ઈચ્છા મુજબ ચાલનાર હોય છે. તેઓ આ સખત તાપમાં આવે છે. પ્રશ્ન થાય છે કે શા માટે આવે છે? જવાબ સ્પષ્ટ છે, જે વ્યકિતએ શરીરને ગૌણ માન્યું છે અને કર્તવ્યને, સેવાને, ઉદાત ભાવનાને અને પરમાર્થ ચેતનાને મૂલ્ય ગયું છે—તે કદી શરીરનો વિચાર કરતા નથી. તેને વધારાનું મહત્ત્વ
૧૮૯
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org