________________
જેવો ભયંકર રોગ પણ ઉત્પન્ન કરે છે. જ્યાં શારીરિક દષ્ટિએ પણ પ્રદૂષણ સામે આટલે બચાવ જરૂરી છે તે જ્યાં મનને કાયાકલ્પ કરવાને છે ત્યાં પ્રદૂષણથી બચવું અત્યંત આવશ્યક બની જાય છે.
મેં કાયાકલ્પના ઈચ્છુક વ્યક્તિને કહ્યું : તમે એવી કટિર બનાવો, આરાધનાની કુટિર બનાવે; જેમાં બહારની હવા પણ નહિ લાગે, જેમાં બહારનો પ્રકાશ અને પ્રદૂષણ પણ ન પહોંચે. આ બધાની પહોંચથી દૂર એવી એ કુટિર હોય. પંચકર્મની અનિવાર્યતા
બીજી શરત છે–તમારે પંચકર્મ કરવાનું રહેશે. કાયાક૯પ માટે પંચકર્મ જરૂરી છે. પંચકર્મની પદ્ધતિ શોધનની મહત્વપૂર્ણ પદ્ધતિ છે. તે પાંચ કર્મ છે–વમન, વિરેચન, નિરહણ, વસ્તિકર્મ, અને સ્નેહન. તમારે મન કાયાકલ્પ કરવા માટે પંચકર્મ કરવાનું રહેશે. પંચકર્મની પદ્ધતિની પાંચેય ક્રિયાઓમાંથી પસાર થવું ખૂબ મુશ્કેલ છે. વમન, વિરેચન અને સ્વેદન–બધી મુશ્કેલ ક્રિયાઓ છે. વમન કરાવવા માટે મદન ફળ કે તેવી જ કોઈ બીજી ઔષધિ વૈદ્ય આપે છે. જ્યારે ઔષધિ શરીરમાં જઈને કાર્ય કરે છે ત્યારે જીવ ગૂંગળાય છે, જીવ અકળાય છે, આકાશ-પાતાળ એક થઈ જાય છે. હું ખુદ પંચકર્મમાંથી પસાર થયો છું. મને તેની મુશ્કેલીઓને ખ્યાલ છે.
તેણે કહ્યું : આપ મને આટલે મુશ્કેલ કેર્સ આપી રહ્યા છે. શું આપને પરંપરાનું જ્ઞાન છે?
હા, હું પરંપરાને જાણું છું. મને ખબર છે. કેઈ નવી વાત નથી. મેં આચાર્ય તુલસી પાસેથી પરંપરા જાણું છે, અને એની પાછળ મહાદ્યોની પરંપરા પણ જોડાયેલી છે. સંપૂર્ણ એક શંખલા છે. હું તમને મહાવૈદ્ય જયાચાર્ય પાસે લઈ જાઉં. તેઓ મનનો કાયાકલ્પ કરવામાં કુશળ હતા. હું તમને આચાર્ય શિવકેટિ પાસે લઈ જાઉં, જે આરાધનાની કુટિર બનાવવામાં અને પંચકર્મ કરાવવામાં કુશળ શિપી હતા. બીજ પણ કેટલાં નામ ગણાવું? હું તે બધા મહાવૈદ્યોની, આચાર્યોની પરંપરા જાણું છું. તેથી હું કહું છું કે આ તો કરવી જ પડશે. એ સિવાય કંઈ પણ થશે નહિ.
તેણે કેટલીક ક્ષણ સુધી ચિંતન કર્યું. તેણે મનને કાયાકલ્પ કરાવવાનો નિશ્ચય કરીને બધી શરતે સ્વીકારી લીધી.
૧૮૫
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org