________________
પ્રદૂષણ સહન કરી શકે છે. તે ખૂબ સંવેદનશીલ હોય છે. તે હદથી વધારે પ્રદૂષણ નથી સહન કરી શકતું. આજે પ્રદૂષણ હદ વટાવી ગયું છે. તેથી ભૂણમાં નરનું નિર્ધારણ કરનાર ક્રોસો નષ્ટ થઈ જશે. પુરુષ જન્મશે નહિ. ફક્ત સ્ત્રીઓ જ જન્મશે અને તે પણ કયાં સુધી રહેશે તે કહી શકાય એમ નથી. પુરુષો વગર સ્ત્રીઓ ક્યાં સુધી રહેશે ? રહીને પણ શું કરશે? એને અર્થ એ થયો કે સૃષ્ટિ સમાપ્ત થઈ જશે.
ઉદ્યોગીકરણ દ્વારા માત્ર વાયુમંડળ દૂષિત નથી થઈ રહ્યું, માત્ર પાણી દૂષિત નથી થઈ રહ્યું પણ મનુષ્યનું મન પણ દૂષિત થઈ રહ્યું છે. મન એટલું તનાવગ્રસ્ત થઈ રહ્યું છે કે એક પ્રકારે તે તૂટી રહ્યું છે. હવે તેનામાં સહન કરવાની ક્ષમતા નષ્ટ થઈ ચૂકી છે.
એક એક સમયનું અનુદાન હેય છે, આજે જેટલા ઉદ્યોગ, જેટલો. વિકાસ, જેટલી સુવિધા મનુષ્યજાતિને આપવામાં આવે તેટલી જ વૈજ્ઞાનિક યુગની જવાબદારી અને મહાન ફળ હશે. પરંતુ આપણે બીજા પક્ષને ભૂલાવી ન દેવે જોઈએ કે પ્રકૃતિના એક કણમાં પણ કોઈક તૂટફૂટ હાય છે, બૂરાઈ હોય છે, તે આખી સૃષ્ટિમાં તોડફેડ શરૂ થઈ જાય છે. વિજ્ઞાનની એક શાખા છે–ઈકેલો છે. તેને ઘણો બધો વિકાસ થઈ રહ્યો છે. એ તથ્ય વારંવાર પ્રસ્તુત કરવામાં આવી રહ્યું છે કે પ્રકૃતિ સાથે જે છેડછાડ કરવામાં આવી રહી છે, તેને બદલવાને જે આટલો ભગીરથ પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે, તે મનુષ્ય માટે શુભકારક નથી, જીવલેણ છે. આજને વૈજ્ઞાનિક કૃત્રિમ રીતે કીટાણુ પેદા કરી રહ્યો છે. પણ તે વિજ્ઞાનિકે પિતે ખૂબ મોટી શંકા ધરાવે છે કે કોઈ એવો કીટાણુ કે
જીવાણુ પેદા ન થઈ જાય, જે સમગ્ર મનુષ્યજાતિને ગળી જાય. કીટાણું બનાવી લેવાનું સરળ પણ હોઈ શકે. પણ એને સંભાળવા ખૂબ મુશ્કેલ વાત છે. બધા વૈજ્ઞાનિકે ચિંતિત છે.
- પ્રદૂષણના જમાનામાં મનનું તૂટવું ખૂબ સ્વાભાવિક છે. પ્રદૂષણથી બચવું જોઈશે. પહેલાના જમાનામાં કહેવામાં આવતું કે–સવારે સૂર્ય કિરણેનું સેવન કરવું જોઈએ, બાલસૂર્યનાં કિરણમાં વિટામિન “ડી” વધારે હોય છે. બીજા પણ ઘણું લાભ થાય છે. આજે તે કિરણે ખતરનાક બની ગયાં છે. આજે સમગ્ર વાયુમંડળમાં અણુરજ તથા રેડિયમનાં એટલાં વિકિરણ છે કે પ્રાતઃકાલીન સૂર્યનાં કિરણોનું સેવન કરવું ખતરાથી ખાલી નથી. કિરણે બીમારીઓ દૂર કરે છે તે કેન્સર
૧૮૪
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org