________________
મનને કાયાક૯૫
કાયાકલ્પ
એક અપરિચિત માણસ આવીને બેલ્યો ઃ મહારાજ! હું કાયાક૯૫ કરવા ઇચ્છું છું. મેં કહ્યું : કાયાકલ્પ કરવો હોય તો કોઈ વૈદ્યને શરણે જાઓ, મારી પાસે કેમ આવ્યા છો ? તેણે કહ્યું કે શરીરથી સ્વસ્થ છું, કોઈ બીમારી નથી. હું શરીરને નહિ, મનને કાયાક૯પ કરવા ઈચ્છું છું. મેં કહ્યું : આવો, બેસો. તમારી નાડી જોવા ઈચ્છું છું. હું નિદાન કરવા ઈચ્છું . તે બેસી ગયે. મેં નાડી જોઈ. મને લાગ્યું રોગ અસાધ્ય નહિ, સાધ્ય છે. કાયાક૯૫ થઈ શકે છે. મનના ટિસ્યુ જીર્ણ-શીર્ણ અવશ્ય થયાં છે, પણ મન તૂટયું નથી. મેં કહ્યું : તમારો કાયાકલપ થઈ શકે છે. પણ કેટલીક શર્તે છે. જે તે તમને માન્ય હેય તે હું પ્રયત્ન કરું, નહિ તે તમે તમારું જાણો. તેણે કહ્યું : આપની બધી શોં હું માનીશ.
આરાધનાની કુટિર : પ્રદૂષણથી બચાવ
મેં પહેલી શર્ત મૂકી કે તમારે કાયાકલ્પ કરવા માટે એક કુટિર બનાવવી પડશે. તે આરાધનાની કુટિર હશે. કાયાકલ્પ માટે જરૂરી છે કે વ્યક્તિ બહારની હવાથી બચે, બહારના પ્રકાશથી બચે અને બધાં પ્રદૂષણથી બચે. જૂના જમાનામાં જ્યારે આટલો બચાવ કરવામાં આવતો હતે તો આજે તો એ બધાથી બચવું અત્યંત જરૂરી બન્યું છે. આજની હવા પણ શુદ્ધ નથી. આજનો પ્રકાશ પણ શુદ્ધ નથી. સમગ્ર પર્યાવરણ પ્રદૂષણોથી ભરેલું છે. ઉદ્યોગીકરણની અસર આપણી સમક્ષ છે. જેમ જેમ ઉદ્યોગે વધી રહ્યા છે તેમ તેમ પ્રદૂષણ વધી રહ્યું છે. બધું જ વાયુમંડળ પ્રદૂષિત થઈ ગયું છે. ઈટલીના વૈજ્ઞાનિક પ્રોફેસર ટોરીએ ભવિષ્યવાણી કરી છે કે જે પ્રદૂષણની માત્રા આ માત્રા જેટલી જ વધતી રહેશે તો એક દિવસ એવો આવશે જ્યારે માત્ર સ્ત્રીઓ જ બચશે, પુરુષો નહિ બચશે. આપણી દુનિયા પુરુષોવિહાણ બની જશે. માત્ર સ્ત્રીઓ જ સ્ત્રીઓ રહેશે. એનું કારણ પ્રસ્તુત કરતાં તેમણે કહ્યું કે આજે પ્રદૂષણ એટલું વધી રહ્યું છે કે ભૂણમાં નરનું નિર્ધારણ કરનાર ગુણસૂત્ર, ક્રોમેરોમ નષ્ટ થઈ જશે. તેમાં એટલી ક્ષમતા નથી કે મર્યાદાથી વધુ પ્રદૂષણને સહન કરી શકે. ભૂણ ખૂબ કમળ હોય છે. તે અમુક હદ સુધી જ
૧૮૩
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org