________________
ઘણી બધી શુદ્ધતાઓને ઉલ્લેખ કર્યો છે. મનુષ્યના જીવનમાં અપતાએ અને ક્ષુદ્રતાઓ આવે છે. તે એને સફળ નથી થવા દેતી, મહાન બનવા નથી દેતી. સફળતા મહાનતાને જન્મ આપે છે. મહાનતાની ચાવી છે. આલેચના. આરાધનાનું પહેલું સૂત્ર છે આલોચના. આચને બીજાની નહિ, પિતાની. આપ વિચારશે, જે આલોચના સફળતાનું સૂત્ર છે તે ભારત બધાથી મહાન છે. અહીંની પ્રત્યેક વ્યક્તિ આલોચક છે. અહીંની માટીને જ આ પ્રભાવ છે કે માનવી ભલે વિષય જાણ હોય કે નહિ જાણતા હોય, તે આલોચના કરવા તત્પર રહે છે. રાજનીતિને “ક', “ખ”, “ગ” ન જાણનાર વ્યક્તિ પણ મોટા મોટા રાજનીતિજ્ઞોની આલોચના કરી લે છે. ધર્મને કક્કો પણ ન જાણનાર વ્યક્તિ મોટામોટા ધર્માચાર્યોની આલોચના કરી દે છે. ભારતમાં જ આ પ્રવૃત્તિ વધારે છે. અન્યત્ર નહિ. આવી આલોચનાથી કોઈ મહાન નથી થતું. બીજાની આલોચનાથી વ્યક્તિનું અધઃપતન થાય છે. મહાનતાનું સૂત્ર છે—પોતાની જાતની આલોચના. પિતાની ભૂલનું નિરીક્ષણ, પિતાના પ્રમાદનું સિંહાલેકને, પિતાની અ૯૫તાઓ અને મુકતાઓનું સમીક્ષાકરણ. આરાધનાનું પહેલું સૂત્ર સફળતાનું મોટું રહસ્ય અને મહાનતાને રાજપથ છે. પિતાની જાતને જેવી, પિતાની આલોચના કરવી ખૂબ મુશ્કેલ છે. જ્યાં સુધી એનો આપણને અનુભવ નથી થતો ત્યાં સુધી એવું કરી શકવું સંભવ નથી.
એક રાજા સાગરની સફર કરી રહ્યો હતો. તેની સાથે પ્રધાન, કર્મચારી વગેરે અનેક લેકે હતા. જહાજ ચાલ્યું તેફાન આવ્યું. જહાજ ડોલવા લાગ્યું. બધા જાગ્રત હતા, શાંત બેઠા હતા.
પરંતુ એક સિપાઈ રડતો-કકળતો હતો. જ્યારે જ્યારે જહાજ શાંત થઈ જતું, તે શાંત થઈ જતો. જ્યારે પણ જહાજ ડગમગતું, તે રડવા લાગી જતો. રાજાએ પ્રધાનને કહ્યું ઃ એને સમજાવો. ડરવાની કેઈ વાત નથી. મંત્રીએ સમજાવ્યું. તેણે માન્યું નહિ. અંતે પ્રધાનને એક ઉપાય સૂઝયો અને તે માણસને ઉઠાવીને પાણીમાં ફેંકી દીધો. પાણીમાં પડતા જ તે જોરથી ચીસ પાડવા લાગ્યો. થોડીક વાર સુધી તે બરાડા પાડતે રહ્યો. પ્રધાનના આદેશથી તરત જ એક તરવૈયા કૂદ્યો અને તેને પાણીમાંથી બહાર કાઢ્યો. તે એક ખૂણામાં શાંત થઈને બેસી ગયે. જહાજ આગળ ચાલ્યું. તે ડગમગવા લાગ્યું. પણ તે સિપાઈ શાંત અને ચૂપ થઈને બેસી રહ્યો. રાજાએ કહ્યું : પ્રધાન આ શું થઈ
૧૭૫
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org