________________
વિચારવાને અવસર પ્રાપ્ત થાય છે. તે વિચારે છે–નધરને અનશ્વર માનવો ભ્રાન્તિ છે. આ દુનિયામાં અનશ્વર કંઈ પણ નથી. જે કાંઈ દેખાય છે તે બધું વિનશ્વર છે, ચાલ્યું જનારું છે. પિોતાના શરીર પર ગર્વ કરનારને ગર્વ ચૂર-ચૂર થઈ જાય છે. જ્યારે તે રોગગ્રસ્ત થઈને ક્ષીણ થઈ જાય છે. પિતાને યૌવન પર ગર્વ કરનાર વૃદ્ધ થાય છે ત્યારે તેને બધો ગર્વ દૂર થઈ જાય છે. પિતાના જીવન પર ગર્વ કરનાર જ્યારે મોતના મુખમાં ફસાઈ જાય છે ત્યારે બધે જ ગર્વ તૂટી જાય છે. તેને જ નહિ, આસપાસવાળાઓને પણ અહંકાર તૂટી જાય છે.
જે મત નહિ હેત, બધું જ અમર હેત તો સૌથી મોટી મુશ્કેલી એ હેત કે વસ્તી ખૂબ વધી જતે. તે એટલી બધી વધી જતે કે પ્રલય જ નહિ, મહાપ્રલયની જરૂર પડતું. બીજી વાત એ છે કે, જે મોત નહિ હોત તે અહંકારને સમાપ્ત કરવાનો કેઈ પ્રયાસ કરત નહિ અહંકાર સમાપ્તિ માટે મૃત્યુ અસરકારક ઉપાય છે.
સફળતાનું સૂત્ર છે—મૃત્યુનું દર્શન.
ક્ષુદ્રતાનું જ્ઞાન
જે લોકોએ પોતાની અલ્પતા જોઈ નથી, તેઓ મૃત્યુના દર્શનને સમજી નથી શકતા. એમ પણ કહી શકાય કે જે લેકે મૃત્યુના દર્શનને જાણતા નથી. તે પિતાની ક્ષુદ્રતાઓ અને અલ્પતાઓને જોઈ નથી શક્તા. સંત ફ્રાન્સિસે પિતાની નવી મુદ્રતાઓનું વર્ણન કર્યું છે. જ્યારે મેં તે વાંચી ત્યારે મને લાગ્યું કે આ તો આરાધનાનું પ્રતિબિંબ છે. આ તે આરાધનાનો ભાવાનુવાદ છે. દુનિયામાં માત્ર મનુષ્ય જ યાત્રા નથી કરતો, વિચાર પણ યાત્રા કરે છે. વિચારયાત્રાની વાત ઘણું અદ્ભુત છે. કેઈ એક દેશ અને કાળમાં આવતા વિચાર બીજા દેશ અને કાળમાં આ રીતે સંક્રાંત થાય છે કે માનવી વિચારી નથી શકતો. પછી તો આ શેધને વિષય બની જાય છે કે પહેલાં કેણે વિચાર્યું હતું અને પછી કેણે વિચાર્યું હતું.
આકાશ એક અનન્ત. ખજાને છે. જેમાં પહેલાં પછીને પ્રશ્ન જ નથી. આકાશમાં વિચારના પરમાણુઓ એટલા ભરેલા પડ્યા છે કે તેની રેંજમાં જે પણ આવી જાય છે, તેનું મસ્તિષ્ક તે વિચારે પ્રગટ કરવાનું માધ્યમ બની જાય છે. જયાચાર્ય જે વાત આરાધનામાં કહી રહ્યા છે તે
૧૭૨
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org