________________
નષ્ટ નહિ થશે. જન્મ સાથે મૃત્યુ આવે છે. નિર્માણ સાથે વંસ આવે છે. જેમ જન્મ એક બાજુ છે તે તેની સાથે જોડાયેલ બીજી બાજુ મૃત્યુ છે. આ આપણી ખૂબ મોટી બ્રાન્તિ હોય છે કે આપણે એક બાજુને સ્વીકાર કરીએ છીએ અને બીજી બાજુને સ્વીકાર નથી કરતા. આપણે જન્મને જોઈએ છીએ જીવનને જોઈએ છીએ, પરંતુ જીવનની સાથે સાથે સમાનાન્તર રેખા પર ચાલી રહેલ મૃત્યુને નથી જતા. વિચારીએ છીએ-માણસ એંસી વરસ થઈને મરી ગયો. મોત આવી ગયું. શું એંસી વર્ષની અંતિમ ક્ષણે મત આવ્યું અને માનવી મરી ગયો ? ના મત તો જીવનની સાથે સાથે ચાલી જ રહ્યું હતું. જેવી રીતે જીવનનું ચક્ર ચાલી રહ્યું હતું તેવી રીતે મોતનું ચક્ર પણ ચાલી રહ્યું હતું. બંને પૈડાં સાથે સાથે ચાલી રહ્યા હતાં. આ આપણી ભ્રાન્તિ છે કે આપણે એક પંડાને જોઈ લઈએ છીએ અને બીજા તરફ ધ્યાન નથી આપતા.
મૃત્યુ નિષેધાત્મક પક્ષ
આજ સુધી જેટલા પણ લેકે જીવનમાં સફળ થયા છે. તેમની સફળતાનું રહસ્ય હતું–મૃત્યુદર્શન. મૃત્યુનું દર્શન નિષેધાત્મક દર્શન છે. એક હોય છે—વિધેયાત્મક દર્શન અને એક હોય છે.–નિષેધાત્મક દર્શન. આ વિદ્યુત યુગમાં એ ખૂબ સ્પષ્ટ થઈ ચૂક્યું છે. કે માત્ર વિધેયાત્મક કશું નથી કરી શકતું. જ્યાં સુધી પિઝિટિવ અને નેગેટિવ –બંને પ્રકારના વિદ્યુતને મેળ નથી થતું ત્યાં સુધી પ્રકાશ નથી થતો. જીવનમાં બંને જોઈએ—પોઝિટિવ (ધનાત્મક) પણ જોઈએ. અને નેગેટિવ (ઋણાત્મક) પણ જોઈએ. ધન અને ઋણ –એ બંને શક્તિઓ મળે છે ત્યારે પ્રકાશ ઘટિત થાય છે. જીવન પણ એક પક્ષે ચાલી નથી શકતું. બંને જોઈએ.
મૃત્યુ : અહંકાર-મુક્તિને ઉપાય
મૃત્યુ આપણું જીવનનો નિષેધાત્મક પક્ષ છે. તે માનવીને બચાવે છે. મનુષ્ય ઘણી બધી મુશ્કેલીઓ મૃત્યુદર્શનને આધારે પાર કરી જાય છે. મોત ન હોત તો અંહકારનું સામ્રાજ્ય છવાઈ જતું. મત ન હોત તે મેટા માણસોના અહંકારને તૂટવા માટે અવસર જ ન મળત. પ્રકૃતિને આ આઘાત જ્યારે જ્યારે લાગે છે, ત્યારે ત્યારે માનવીને
૧૭૧
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org