________________
મહાનતાની ચાવી
મૃત્યુનું દર્શન
એક ભાઈએ પૂછ્યું–જીવનની સફળતાનું સૂત્ર કયું છે? મેં કહ્યું–જીવનની સફળતાનું સૂત્ર છે—મૃત્યુનું દર્શન. તેણે ફરીથી જિજ્ઞાસાના સ્વરમાં પૂછ્યું–આ કેવી રીતે શક્ય છે? જીવનની સફળતાનું સૂત્ર જીવનનું દર્શન હોઈ શકે છે. પરંતુ મૃત્યુનું દર્શન જીવનની સફળતાનું સૂત્ર કેવી રીતે થઈ શકે છે? આ વાત સમજમાં આવે એવી નથી.
મેં વિનમ્ર સ્વરોમાં કહ્યું–જીવનની અસફળતાનું સૂત્ર છે— અહંકાર. અને અહંકાર-વિલયનું સૌથી મોટું સૂત્ર છે-મૃત્યુદર્શન.
જ્યાં સુધી અહંકાર તૂટતા નથી ત્યાં સુધી મનુષ્ય જીવનમાં સફળ નથી થઈ શકતો. આજ સુધીના વિશ્વ-ઈતિહાસને જુઓ, ત્યાં જોવા મળશે કે જે સત્તા જે સમાજ વિનમ્રતા ગુમાવીને, અહંકારના હિમાલય પર ચઢી ગયો, તે સીધો ત્યાંથી પડ્યો છે અને તેનું અધઃપતન થયું છે. જીવનની વિનમ્રતા જ્યારે જ્યારે નષ્ટ થાય છે. ત્યારે ત્યારે પતનની ક્ષણે નજર સમક્ષ ઉપસ્થિત થઈ જાય છે. અહંકારને દૂર કરવાને જીવન દર્શનમાં કોઈ ઉપાય નથી. જીવન-દર્શન અહંકારને વધારે છે. અહંકાર જ્યારે વધે છે, ત્યારે ત્યારે પતનનો માર્ગ સ્પષ્ટ થઈ જાય છે.
આપણે જીવનને ખૂબ જાણુએ છીએ, મૃત્યુને જાણતા નથી. આપણે જીવનને ખૂબ પ્રેમ કરીએ છીએ. મૃત્યુને પ્રેમ કરતા નથી. તેને પ્રેમ કરતાં ગભરાઈએ છીએ. ખૂબ આશ્ચર્ય થાય છે. જીવન અને મૃત્યુએ એક સાથે ચાલનારી બે ધારાઓ છે. માનવી એકની સાથે ચાલે છે. બીજીને કુકરાવે છે. જ્યારથી જીવન પ્રારંભ થાય છે, ત્યારથી મૃત્યુને પણ પ્રારંભ થઈ જાય છે. કેઈપણ માનવી એક દિવસમાં કદી મરતો. નથી. આજ સુધી એવું બન્યું નથી કે એક જ દિવસ, ઘડી કે ક્ષણમાં માનવી મર્યો હોય, જે ક્ષણે તે જીવવાને આરંભ કરે છે. તે જ ક્ષણે મરવાનો પણ આરંભ કરી દે છે. જે જીવવાનું શરૂ થાય અને મરવાનું શરૂ ન થાય તો તે અમર થઈ જાય, પછી તે કદી મરી જ નહિ શકે. તેને મારવાની કઈમાં શક્તિ જ નહિ રહે, તર્કશાસ્ત્રમાં ખૂબ મોટો પ્રસંગ આવે છે–જે ક્ષણે ઘડે પેદા થયો તે ક્ષણે જ નષ્ટ થ શરૂ થઈ ગયે. જે પહેલી ક્ષણમાં ઘડો નષ્ટ નથી થતો તે તે કદી પણ
૧૭૦
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org