________________
વૃદ્ધાવસ્થા: શક્તિ સંરક્ષણનું સાધન
આપણી નવી સૃષ્ટિમાં ધડપણ હોઈ શકે છે. પણ ઘડપણનું કષ્ટ નથી હોઈ શકતું. એને શક્તિસંરક્ષણનું સાધન બનાવી શકાય છે. ઘડપણ શક્તિ સંરક્ષણનું સારું સાધન છે. જેટલું જીવન જીવ્યા, તેમાં શક્તિઓને અંધાધુંધ ખર્ચ કર્યો, અપવ્યય કર્યો પરંતુ હવે જે શક્તિઓ છે તેને યોગ્ય ઉપયોગ કરવામાં આવે. નવી શક્તિઓની પ્રાપ્તિ અને પ્રાપ્ત શક્તિઓનું સંરક્ષણ અને ઉપયોગ કરી શકાય છે. આવી સ્થિતિમાં જીવનમાં નવો આનંદ ઉત્પન્ન થઈ જાય છે.
મેટું સમર્પણ : માટી ઉપલબ્ધિ
નવી સૃષ્ટિ માટે નવી દષ્ટિ પ્રત્યે સમપિત થવું જોઈએ. જ્યાં સુધી આપણે સમર્પિત નથી થતા ત્યાં સુધી વાસ્તવિક પ્રાપ્તિ નથી થતી. મોટી ઉપલબ્ધિ માટે મોટા પ્રત્યે સમર્પિત થવું જરૂરી છે. નાના પ્રત્યે સમર્પણ કરવાથી કાર્ય નથી થતું. મેટા પ્રત્યે સમર્પણ થાય છે તો નવી દષ્ટિની મેટી ઉપલબ્ધિ થાય છે.
અકબરે કહ્યું : તાનસેન! હું તમારા ગુરુ પાસેથી સંગીત સાંભળવા ઈચ્છું છું. તાનસેન બેલ્યો ઃ આ અશક્ય છે. આપ બોલાવશે તે પણ તે નહિ આવશે, કેમ કે તેમને આપની સાથે લેવા-દેવા જ શી ? આપ કહેશે : ગાયન સંભળાવો. તેઓ મૌન રહેશે, બેલશે નહિ. બાદશાહ વિમાસણમાં પડી ગયા. ભાવના ઉત્કટ થઈ આવી. એક ઉપાય શોધી કાઢ્યો. બાદશાહે પિતાને વેશ બદલ્યો. તાનસેનને સાથે લઈને તે નીકળે, ગુરુ ઝૂંપડીમાં બેઠા હતા. બાદશાહ બહાર ઊભા રહી ગયા. તાનસેન અંદર ગયો. તેણે ગાવાનું શરૂ કર્યું. જાણી જોઈને ખોટો રાગ ગાવા લાગે. ગુરુએ તરત એને ટોક્યો.
ભૂલ જાણ્યા પછી એને સહન નથી કરી શકતા. આચાર્યશ્રી કહે છે ? મારી તે એ ટેવ છે કે જ્યાં કશે ભૂલ દેખાય છે ત્યાં હું તરત ટકું છું.
તાનસેનને ખોટું ગાતા ગુરુએ એને ટક્યો અને કહ્યું : ચૂપ રહે. ગાવાનું નથી જાણતા. તંબૂરો મને આપો., ગુરુએ ગાવાનું શરૂ કર્યું. બાદશાહ ગાયન સાંભળીને મુગ્ધ થઈ ગયા. તેણે માન્યું કે આજે જીવન સફળ થયું છે.
૧૬૬
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org