________________
બાદશાહ અને તાનસેન પાછા ફર્યા. બાદશાહે કહ્યું : તાનસેન હવે તારું ગાયન મને ફીકું લાગે છે. એમાં કોઈ રસ નથી પડત, એમ કેમ?
તાનસેન બોલ્યો : હજૂર! હું દિલ્હીના બાદશાહને રાજી રાખવા માટે ગાઉં છું. પ્રસન્ન કરવા માટે ગાઉં છું. મારા ગુરુ પરમાત્માને રાજી રાખવા માટે, પ્રસન્ન રાખવા માટે ગાય છે.
જેટલું મોટું સમર્પણ હશે. તેટલી જ મોટી ઉપલબ્ધિ હશે.
આરાધના છે મૃત્યુનું દર્શન
આપણે જ્ઞાન, દર્શન અને ચરિત્ર પ્રત્યે સમર્પિત થઈએ છીએ. સત્ય અને વીર્ય પ્રત્યે સમર્પિત થઈએ છીએ. આપણું આરાધનાની શક્તિ જાગે છે ત્યારે નવી સૃષ્ટિની ઉપલબ્ધિ થવામાં કઈ મુશ્કેલી નથી પડતી.
જ્યાચાયે આરાધનામાં નવી દષ્ટિ અને નવી સૃષ્ટિનું એટલું સુંદર ચિત્રણ પ્રસ્તુત કર્યું છે કે આજના આ સમસ્યા સંકુલ સમયમાં આવનાર દરેક વ્યક્તિ માટે તે આરાધનાની દૃષ્ટિને જાણવી અને તેને ઉપલબ્ધ કરવી ખૂબ આવશ્યક છે. જો તે ઉપલબ્ધ થઈ જાય, નવી દષ્ટિ ઉપલબ્ધ થઈ જાય, મૃત્યુનું દર્શન ઉપલબ્ધ થઈ જાય તો ખરેખર જીવનનું દર્શન પ્રાપ્ત થાય છે. આજની સૌથી મોટી મુશ્કેલી એ જ છે કે માનવીને જીવનનું દર્શન તો પ્રાપ્ત થાય છે, પણ મૃત્યુનું દર્શન પ્રાપ્ત થતું નથી.
આરાધનાને મર્મ એક શબ્દમાં આ છે –મૃત્યુના દર્શનને ઉપલબ્ધ કરવું. જ્યારે મૃત્યુનું દર્શન ઉપલબ્ધ થઈ જાય છે ત્યારે જીવનનું દર્શન પ્રાપ્ત થાય છે.
૧૬૭,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org