________________
મુનિએ પૂછયું : “શું તમને સોળઆની વિશ્વાસ છે કે ઔષધિથી બધો રોગ મટી જશે!' વૈદ્ય કહ્યું : વિશ્વાસ તે છે પણ કોઈ રોગ ઉપશાંત ન પણ થઈ શકે. આખરે દવાઓ જ તે છે. કોઈ અસર કરે અને કોઈ અસર ન પણ કરે.'
મુનિ સનકુમારે કહ્યું કે મારી પાસે ઔષધિ છે જે બધા રોગોને સમાપ્ત કરી દે છે. તમને તેને પ્રભાવ બતાવું?
મુનિ સનકુમારે પિતાના મોંમાં આંગળી નાખી ધૂકના છાંટા પિતાના શરીર પર ઝરતા કેઢ પર લગાડ્યા. એક જ ક્ષણમાં ચમત્કાર
જેવું બની ગયું. જ્યાં જ્યાં ધૂકના છાંટા પડયા હતા. શરીરનું તે સ્થાન કંચન જેવું ચમકતું અને સ્વચ્છ થઈ ગયું. વૈદ્ય જોતા જ રહી ગયી. તેમના વિસ્ફારિત નેત્ર અચળ રહી ગયા. તેમનું શરીર મુનિના ચરણોમાં મૂકી ગયું. તે બોલ્યા–મુનિપ્રવર ! આ કેવું આશ્ચર્ય ! આપનું શરીર બીમારીથી સડી રહ્યું છે. કોઢ ઝરી રહ્યો છે. શરીરનું અણુ અણુ રોગ ગ્રસ્ત છે. આપની પાસે ચમત્કારિક ઔષધિ છે, તો પણ આપ સ્વસ્થ થવાને પ્રયત્ન નથી કરતા.
મુનિ સનકુમારે કહ્યું : રોગને પણ પિતાને આનંદ હાય છે. જ્ઞાની મનુષ્યની આ એક કસોટી છે કે રોગ વેળાએ તે કેવી રીતે જીવે છે? કસોટીનો સમય કઈ કઈ વાર આવે છે. કેઈપણ માણસ પોતાની જાતને જ્ઞાની માની શકે છે અને બીજાને અજ્ઞાની માની શકે છે. પરંતુ વાસ્તવમાં જ્ઞાની કોણ હોય છે અને અજ્ઞાની કોણ હોય છે તે કસોટી કરીએ ત્યારે જ જાણી શકાય છે. આરાધનાની દૃષ્ટિમાં અને નવી સૃષ્ટિમાં જ્ઞાનીની એક પરિભાષા છે–જે વ્યક્તિ આવનારી બીમારી અને વેદનાને સમભાવપૂર્વક સહન કરી લે છે, તે જ્ઞાની હોય છે. અને જે આવી સ્થિતિમાં સમભાવ નથી રાખી શકતી, રડે છે, ચીસ પાડે છે, બરાડે છે, હાય, હાય કરે છે તે અજ્ઞાની હોય છે. જે બધી પરિસ્થિતિ
ને પ્રસન્નતાપૂર્વક ચિત્તની પૂર્ણ નિર્મળતાથી સહન કરે છે તે જ્ઞાની હોય છે.”
આપણી નવી સૃષ્ટિમાં રોગ હોઈ શકે છે, પણ રાગનું કષ્ટ નથી હતું. ત્યાં એને પિતાનો આનંદ હોય છે. ત્યાં રોગોને સમાધિનું નિમિત્ત બનાવી શકાય છે. ધ્યાનનું સાધન બનાવી શકાય છે અને તેને અનેક બુરાઈઓથી બચાવવાનું સાધન બનાવી શકાય છે.
૧૬૫
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org