________________
તે કંઈ ઈચ્છવાની વસ્તુ છે કુંતીએ કહ્યું : “અન્તરયામી ! આપ સર્વ કાંઈ જાણે છે. મને આપત્તિ જોઈએ, દુઃખ જોઈએ, રોગ જોઈએ કેમ કે ધન, રાજ્ય, વૈભવ અને સત્તા–આ બધાં ઉન્માદ પેદા કરે છે.
વ્યક્તિ એનાથી પ્રમત્ત થઈ જાય છે. હું તો આપની શરણમાં રહેવા ઈચ્છું છું. મારા જીવનમાં વૈભવ ન આવે. મારા જીવનમાં કદી પ્રમાદ અને ઉન્માદ ન આવે. મને કદી પ્રમાદ અને ઉન્માદ ન સતાવે તેથી એક સજાગ પ્રહરી જોઈએ. હું દુઃખને સજાગ પ્રહરી માનું છું. આપ મને દુઃખનું વરદાન આપે. મને દુઃખ મળે.”
દુનિયામાં ઊલટું વિચારનારાઓની ઊણપ નથી. કેવી કેવી વિપરીત વાતો વિચારવામાં આવે છે.
રોગને આનંદ અપાર હોય છે. મહારાજ સનકુમાર ચક્રવર્તી હતા. તેમણે પિતાને અપાર વૈભવ છેડીને દીક્ષા ગ્રહણ કરી લીધી. તેઓ મુનિ બની ગયા. થોડા જ સમયમાં તેમનું શરીર અનેક રોગોથી આક્રાંત થઈ ગયું. મોટા રોગોની સંખ્યા સોળ છે. તે બધા તેમના શરીરમાં દેખાવા લાગ્યા. તેમણે ચિકિત્સાને પ્રયત્ન નહિ કર્યો. કેમ કે તેઓ રોગોને આનંદ લેવા ઇચ્છતા હતા. તેઓ આનંદ લઈ રહ્યા હતા–એટલે આનંદ કે સામાન્ય માનવી તેની કલ્પના પણ નથી કરી શકતા.
એક અનુભવી વૈદ્ય આવ્યા. રોગોની ભયંકરતા જોઈને બોલ્યાઃ મુનિ! સમગ્ર શરીર રોગોથી આક્રાન્ત થઈ ગયું છે. શું આપને કષ્ટ નથી થઈ રહ્યું. એ કેવી રીતે સંભવ છે કે રેગ હેાય અને દુઃખ ન હોય? આપ મારી દવા કરો, બધા રોગો સમાપ્ત થઈ જશે.
મુનિ સનકુમારે સ્મિત કરતાં કહ્યું : “વૈદ્યરાજ! મારે દવા નથી જોઈતી. મારે કોઈ ચિકિત્સા નથી કરાવવી.
વૈદ્ય કહ્યું કે આપણું શરીર સડી રહ્યું છે. મારી પાસે કીમતી ઔષધિ છે આપ એનું સેવન કરો. સ્વસ્થ થઈ જશે.
વૈદ્ય કીમતી ઔષધિ આપી રહ્યા હોય અને રોગી તેને લેવાની ના પાડી રહ્યો હોય એવું નથી બનતું. જે એવું થાય તે આશ્ચર્યની વાત કહેવાય. રોગી રોગમુક્ત થવા માટે પ્રત્યેક ઔષધિ પર વિશ્વાસ કરી જ લે છે અને ઔષધિના ચક્રથી બહાર નથી નીકળતા. વૈદ્ય આગ્રહ કર્યો.
૧૬૪
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org