________________
થાન સાથે આસન શા માટે?
કેટલાક લોકો કહે છે–ધ્યાન સાથે આસનોને શો સંબંધ છે? ધ્યાન સાથે આસન પણ શા માટે કરાવવામાં આવે છે. આસન ખૂબ જ આવશ્યક છે. જેમ જેમ અવસ્થા વધે છે, કેશિકાઓ કઠોર થતી જાય છે. મજા અને હાડકાંઓ પણ કઠોર થઈ જાય છે. કરોડરજજુ સ્થિતિસ્થાપક રહેતી નથી તેથી વૃદ્ધાવસ્થા આવી જાય છે. જેટલી સ્થિતિસ્થાપકતા તેટલું યૌવન. જેટલી કઠોરતા તેટલું ઘડપણ શ્વાસના પ્રયોગો દ્વારા અને આસને દ્વારા લચીલાપણું આવે છે. લચીલાપણું હોવું બહુ જરૂરી છે.
લચીલાપણું વહારનું પણ મહત્ત્વપૂર્ણ સૂત્ર છે જે વ્યક્તિ વ્યવહારમાં લચીલી હોતી નથી તે કેાઈને સાથે લઈને ચાલી શકતી નથી. અક્કડ માણસ બીજા માટે કોઈ રીતે ઉપયોગી નથી હોત. માણસ લચીલે બનીને ઉપયોગી થઈ શકે છે. લચીલો માણસ ઘટના સાથે સમજૂતી અને સામંજસ્ય સ્થાપિત કરી શકે છે.
ખોરાકનું પૂરું પાચન નથી થતું અને માણસ ખાતો જ રહે છે તો તે માણસ ઘડપણને કસમયમાં નિમંત્રણ આપી દે છે. પચતું નથી પણ માણસ ભજન કરતો જ રહે છે. પેટને આરામ નથી મળતો ખવડાવતા ખવડાવતા હાથ થાકી જાય છે. ચાવતાચાવતા દાંત ઘસાઈ જાય છે. પણ માણસ ખાવાનો એટલે જ શેખીન બની રહે છે. એવો ખાઉધરો માણસ અસમયમાં જ ઘરડો થઈ જાય છે. યુવા-વૃદ્ધ અને વૃદ્ધ યુવા કેણુ?
એક પ્રશ્ન છે. ઘડપણની ઓળખ શી છે? ઘડપણને સંબંધ અવસ્થા સાથે નથી. આયુ-વિશેષજ્ઞ વૈજ્ઞાનિકોએ એ સૂત્ર આપ્યું કે ઘડપણ સાથે વર્ષોને સંબંધ નથી. જ્યારે સ્મૃતિ-શક્તિ, નિર્ણયશક્તિ અને આત્મ-નિયંત્રણની શક્તિ ક્ષીણ થઈ જાય છે ત્યારે માણસ ધરડો થઈ જાય છે. એક માણસ ચાલીસ વરસનો છે, જે તેની સ્મૃતિ-શક્તિ નિર્ણય-શક્તિ અને આત્મ-નિયંત્રણની શક્તિ ક્ષીણ ગઈ, તે યુવાન હોવા છતાં પણ વૃદ્ધ છે. એક વ્યક્તિ એંસી વર્ષની છે. જે તેની સ્મૃતિ શક્તિ તેજે છે, તેની નિર્ણયશક્તિ પણ સારી છે અને તે આત્મ-નિયંત્રણ કરવામાં પણ સક્ષમ છે તો તે વૃદ્ધ હોવા છતાં પણ યુવાન છે. તે વૃદ્ધ-યુવા છે. મ- ૧૧
૧૬૧
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org