________________
અભિસરણ બરાબર નથી થતું, શુદ્ધ લોહીનું સંચરણ બરાબર નથી થતું. મળોને નિષ્કાસન માટે તથા શુદ્ધ લોહીને સંચરણ માટે દીર્ઘશ્વાસને પ્રવેગ અત્યન્ત આવશ્યક છે. દીર્ઘશ્વાસથી ઓકિસજનની પર્યાપ્ત માત્રા મળી જાય છે. પ્રાણવાયુની પર્યાપ્તતાને કારણે રક્તનું શોધન થાય છે અને શુદ્ધ રક્ત જેટલું ધમનીઓમાં જાય છે તેટલું મળાનું નિષ્કાસન થાય છે. જ્યારે શુદ્ધ રક્ત પહોંચતું નથી ત્યારે મેલ એકઠા થતાં જાય છે. મલાવરોધ થાય છે અને શરીરની પ્રત્યેક કોશિકા મળથી અવરુદ્ધ થઈ જાય છે. રક્તના અભાવમાં તેની સફાઈ નથી થતી. તે પ્રાણ-શૂન્ય થઈ જાય છે. ફલતઃ અવરોધ જ અવરોધ થતો રહે છે. અને ત્યારે માનવીને અનેક મુશ્કેલીઓમાંથી પસાર થવું પડે છે. શુદ્ધ રક્ત જોઈએ અને શુદ્ધ રક્ત માટે પૂરો ઓકિસજન–પ્રાણવાયુ જોઈએ. અને પૂરા પ્રાણવાયુ માટે લાંબે શ્વાસ, દીર્ઘશ્વાસ જોઈએ.
પ્રેક્ષા-ધ્યાનને પહેલો પાઠ છે, દીર્ધ શ્વાસના અભ્યાસ. જેમ આ પહેલો પાઠ છે તેમ અંતિમ પાઠ પણ છે. આ કથન અત્યુક્તિપૂર્ણ નથી. જે કોઈ વ્યક્તિ બીજી બીજી પ્રક્રિયાઓ ન શીખી શકે, પોતાની અપાતા, કે અક્ષમતાને કારણે તે પ્રક્રિયાઓની જટિલતામાં ન જઈ શકે તે પણ જે માત્ર દીર્ધ શ્વાસને પ્રવેગ અને તેની સાથે ચિત્તને જોડવાને અભ્યાસ કરે તે અસંભવ નથી કે તે પણ પિતાના લક્ષ્ય સુધી પહોંચી જાય. તે પણ પિતાની મંજિલ પ્રાપ્ત કરી લે. આ એટલે મહત્વનો પ્રયોગ છે તેથી એને નાને પણ નહિ કહી શકાય, અને આ સાધનાનું પ્રથમ ચરણ છે. તેથી તેને ઘણે મોટે પણ નહિ કહી શકાય.
જે વ્યક્તિ શ્વાસ લેવાનું નથી જાણતી તે શું ઘડપણને આમંત્રણ નથી આપી રહી? માનસિક તનાવને કારણે ઘડપણ જલદી આવે છે. જે વ્યક્તિ દીર્ઘશ્વાસનો પ્રયોગ નથી કરતી તે માનસિક તનાવને વિસર્જિત કેવી રીતે કરશે? આજનું જીવન જ એવું છે કે તેમાં પ્રતિક્ષણ તનાવ પેદા કરનારી ઘટના બનતી રહે છે. તે તનાવને વિસર્જિત કરવાને એક માત્ર ઉપાય છે દીર્ઘશ્વાસ. જે કેાઈ વ્યક્તિ પંદર-વીસ મિનિટ સુધી દીર્ઘશ્વાસને પ્રયોગ કરે છે તે દિવસભરમાં સંગૃહીત તનાવ નીકળી જાય છે. અનેક ગ્રંથિઓ ખૂલી જાય છે. માનસિક તનાવથી શરીરની કેશિકાઓ કઠોર બની જાય છે. જયારે કેશિકાઓ કઠોર હોય છે ત્યારે ઘડપણ જલદી આવે છે.
૧૬૦
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org