________________
ચૈતન્ય-કેન્દ્રિત સૃષ્ટિ છે. જ્યારે દષ્ટિ બદલાઈ જાય છે, મનનું કેન્દ્ર બદલાઈ જાય છે. ત્યારે બધી વાતો બદલાઈ જાય છે.
રેગ, વૃદ્ધાવસ્થા અને નેતને નિમંત્રણ
આપણે જોયું છે કે એવી પણ વ્યક્તિઓ છે જેના શરીરમાં ભયંકર રોગ છે પણ તેને કઈ કષ્ટને અનુભવ નથી. આપણે જોયું કે કેટલીક વ્યક્તિઓ અત્યંત વૃદ્ધ છે. પરંતુ તે અનુભવ નથી જ કરતા કે તેમને ઘડપણનું કષ્ટ છે. આપણે જોયું કે એવા પણ મનુષ્ય છે જે મોતને નિમંત્રિત કરે છે અને ખુશી ખુશી તેનું વરણ કરવા ઉત્સુક છે. આપણે એ વિચારીએ કે રોગને કણ નિમંત્રિત કરે છે? વૃદ્ધત્વને કોણ નિમંત્રિત કરે છે? મોતને કણ નિમંત્રિત કરે છે ? આજે મત જેટલું જલદી આવે છે એટલું જલદી નહિ આવવું જોઈએ. દરેક વ્યક્તિએ સામાન્યતઃ સે વરસ તે અવશ્ય જીવવું જ જોઈએ. સો વર્ષ સુધી જીવવાનો અધિકાર છે. પ્રત્યેક માણસને ઘડપણને દૂર ધકેલવાને અધિકાર છે. પ્રત્યેક વ્યક્તિને રોગથી બચવાને અધિકાર છે. પરંતુ માનવી તે અધિકારનો ઉપયોગ નથી કરતો. એક માણસ જે ખાવામાં સંયમ નથી રાખતા, તે રોગને નિમંત્રે છે. કેટલાક લેકે માને છે કે જે ચીજે છે તે બધી ઈશ્વરે ખાવા માટે પેદા કરી છે. આ મિશ્યા ધારણાને લઈને ચાલનાર વ્યક્તિ શું રોગને નિમંત્રણ નથી આપતી ? જે માણસને શ્વાસ લેતા નથી આવડતું તે શું ઘડપણને નિમંત્રણ નથી આપતો? ઘડપણ કેમ આવે છે? ઘડપણનું કારણ શું છે? ચાલીસ વર્ષ પછી ફેફસાંની શક્તિ ક્ષીણ થઈ જાય છે. એટલે પ્રાણવાયુ લેવો જોઈએ તેટલે પ્રાણવાયુ લેવાની તેનામાં શકિત નથી હોતી. તે વખતે લાંબે શ્વાસ લેવો ખૂબ જરૂરી હોય છે. માનવી જેટલે લાંબે શ્વાસ લઈ શકે છે, લે છે તેટલો તે સ્વસ્થ રહી શકે છે. યુવાન રહી શકે છે. એક બાળક જે દીર્ધશ્વાસ નથી લેતું તો કોઈ વિશેષ શારીરિક હાનિ નથી થતી. પરંતુ જે ચાલીસ-પચાસ વર્ષની વ્યક્તિ દીર્થ શ્વાસને પ્રયોગ નથી કરતી તે તે જાણી જોઈને ઘડપણને નેતરે છે.
દીર્ધ શ્વાસ : પહેલો પાક, અન્તિમ પાઠ
પ્રશ્ન થાય છે કે ફેફસાં અને શ્વાસનું આટલું શું મહત્ત્વ છે? ઘડપણ જલદી ત્યારે આવે છે જ્યારે આપણું શરીરમાંથી મળાનું નિષ્કાસન નથી થતું. ઘડપણુ જલદી ત્યારે આવે છે. જ્યારે આપણા શરીરમાં લોહીનું
૧૫૯
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org