________________
સ્થળની બધી જ મર્યાદાઓને તોડીને સૂક્ષ્મ જગતમાં પ્રવેશ કરવો. આ એક અતિ મૂંઝવણ ભરેલી સમસ્યા છે; પરંતુ કેઈપણ સમસ્યા સમાધાનથી મુક્ત નથી હોતી. સમસ્યા હોય એટલે સમાધાન હોય જ. જ્યારે પણ સમાધાનની વાત આવે છે, ત્યારે અધ્યાત્મદર્શન આપણું સમક્ષ આવે છે. આપણે એ અધ્યાત્મને સમજીએ; અને તેને અહંતના માધ્યમથી જ સમજીએ.
અધ્યાત્મયાત્રાઃ ભગવાન ને પરિચય
ચોવીસી'માં પહેલું સ્તવન ભગવાન ઋષભનું છે. ભગવાન આ યુગના પ્રથમ અહંત અને પ્રથમ તીર્થકર હતા. તેઓ “ગી'ના સ્વરૂપે ઓળખાય છે. બધા તીર્થકર યોગીઓ હોય છે; પરંતુ ભગવાન ઋષભનું વ્યકિતત્વ એટલું બધું વિરાટ હતું કે માત્ર જૈન પરંપરાએ જ નહિ, વૈષ્ણવ પરંપરાએ પણ તેમને યોગીના રૂપમાં માન્યતા આપી. ભકિત પરંપરાએ, ભાગવત પરંપરાએ ભગવાન ઋષભદેવને એક “અવતાર માન્યા અને યોગીના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત કર્યા. મેગીના માધ્યમથી, અહંત ઋષભના માધ્યમથી આત્મદર્શનની યાત્રામાં આવનારી મુશ્કેલીઓને પાર કરવાની છે. ભગવાન ઋષભને સમજી લે. એટલે અધ્યાત્મની યાત્રા આપમેળે સમજમાં આવી જશે. આપણે પાણું પીવા માટે અલગ અલગ ખાડાઓ દવાને પ્રયત્ન ન કરીએ. એક જાણકાર માણસે બતાવ્યું; આ સ્થળે એક સ હાથ નીચે પાણી છે. દવાનું શરૂ થયું; વીસ હાથ ખાડો ખોદ્યો; પણ પાણી નહિ મળ્યું. તે ખાડાને ત્યાં રહેવા દઈને બીજે ખાડો બીજા વીસ હાથ ખોદી નાખે. વીસ-વીસ હાથના પાંચ ખાડાઓ ખોઘા; બધા મળીને સો હાથ જેટલું ખોદકામ થઈ ગયું; છતાંય પાણું નહિ મળ્યું. ગણિતને આધારે પાણું મળવું જોઈએ, પણ ન મળ્યું. એક જ સ્થાને સો હાથ ખોદકામ કરવાથી પાણી મળી આવ્યું.
ગણિત બધે ચાલતું નથી. ખોદકામ એક સાથે થવું જોઈએ, ઊંડાણ હોવું જોઈએ; ત્યારે પાણી નીકળી શકે છે; નહિતર પાણું નહિ નીકળી શકે.
માણસ આત્મદર્શનની યાત્રામાં આવું જ કરે છે. તે અનેક ખાડાઓ ખોદી વળે છે; પરંતુ એક પણ ખાડો એ નથી ખદત કે જે ઊંડો હેય–સંપૂર્ણ હોય. તે ક્યારેક કંઈક જુદું કરે છે. તે વળી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org