________________
તમે મારા ભવિષ્યકાળ છે; કેમ કે ભવિષ્યમાં હું પણ તમારે જે.. બનીશ; આજે સાધારણ સ્તર પર છું ભવિષ્યમાં તમારા સ્તર– પરમાત્મા-પદ–સુધી પહોંચી જઈશ. પ્રભુ ! વર્તમાનમાં હું તે જ રસ્તે ચાલું જે રસ્તે ચાલીને તમે “પ્રભુ બન્યા છે. પ્રભુ! આ જ મારી ભક્તિ છે. મારી ભક્તિનું આ જ રહસ્ય છે.
અતીતનું પ્રતિક્રમણ, વર્તમાનને સંવર અને અનાગતનું પ્રત્યાખ્યાન. અનાગતમાં થવાનું છે, અતીતને છોડવાનું છે અને વર્તમાનમાં એવા જ રહેવાનું છે.
- વર્તમાનને સંવર હશે તો અતીતનું પ્રતિક્રમણ થઈ જશે અને અનાગત (ભવિષ્ય)માં જે થવાનું છે, તે સ્થિતિ આપમેળે જ ઘટિત થઈ રહેશે. આપણે વર્તમાનને સંવર કરવાને છે.
અહંત બનવાની પ્રક્રિયા
ગરુડનું ધ્યાન ધરનાર સ્વયં ગરુડ બની જાય છે. હાથીના બળની ભાવના કરનાર હાથીના જેટલું બળ પ્રાપ્ત કરે છે. અહંતની ભાવના કરનાર–રાખનાર, એની શરણમાં જનાર સ્વયં “અહ” બની જાય છે.
જયાચાયે અર્વતનું શરણું લીધું. તેમણે બુદ્ધિની સીમા પાર કરી અને પ્રજ્ઞાની ભૂમિકામાં પહોંચી ગયા. તેઓ એમાં પ્રતિષ્ઠિત થઈ ગયા. પછી એમણે “વીસી'નું પ્રણયન કર્યું–ચોવીસ તીર્થકરોની સ્તુતિ કરી–અર્વતની સ્તવના કરી. “અહંત' તે વ્યક્તિ હોય છે, જે લક્ષ્ય સુધી પહોંચી જાય છે, આત્મદર્શન કરી લે છે, આત્મ-સાક્ષાત્કાર કરી લે છે; અને તે જ વ્યક્તિ તીર્થકર હોય છે, અન્ય નહિ. જેને આત્મસાક્ષાત્કાર નથી થયો તે કદી પણ “અહંત' નથી બની શકતે.
ચૈતન્યદર્શન અને વસ્તુદર્શન
જીવનની બે વૃત્તિઓ છેઃ એક છે “આત્મદર્શન અથવા “ચૈતન્યદર્શનની; બીજી છે “વસ્તુદર્શનની. વસ્તુ-દર્શન પ્રત્યેક વ્યક્તિ કરે છે; પરંતુ આત્મદર્શન દરેક વ્યક્તિ નથી કરી શકતી. કેટલીક વ્યક્તિઓમાં આ ભાવના જાગે છે–આત્માને જોઈને આત્માને જાણે. તેઓ આત્મદર્શનની ભાવનાથી તે દિશામાં પ્રસ્થાન કરે છે. આ એક અતિ સક્ષમ વાત છે. એ છેઃ અમૃત તત્વનું દર્શન કરવું, સક્ષ્મ તત્વને પખવું,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org