________________
પણ પરિલક્ષિત થાય છે. આ બધું સમર્પણ સાથે જોડાયેલું છે. શરણમાં જવું એ કંઈ મામૂલી બાબત નથી. જે વ્યક્તિ પરાજિત થાય છે, તે કાં તો શરણમાં જાય છે, તે વિજયનું શરણ લે છે, જેથી મુકિત મળી જાય; અથવા તે શરણમાં તે વ્યકિત જાય છે, જેના મનમાં સ્વયંને જાણવાની અદમ્ય આકાંક્ષા જાગી જાય છે. એવી વ્યક્તિ પરાજિત થઈને નહિ, પણ પરાજિત થવાની સ્થિતિને સમાપ્ત કરીને વિજેતા બનવા માટે શરણમાં જાય છે.
પ્રજ્ઞાની શરણમાં જનાર સ્વયં પ્રજ્ઞા બની જાય છે. અહેતની શરણમાં જનાર સ્વયં અહંત બની છે. તીર્થકરની શરણમાં જનાર સ્વયં તીર્થકર બની જાય છે.
આજપર્યત જેમણે પિતાના પૂર્વવર્તી અહંતની શરણ લીધી છે. તે જ અહંત થયા છે. અહંતની શરણમાં જઈને તેઓ સ્વયં અહંત બની ગયા. તીર્થકરની શરણમાં જઈને તેઓ સ્વયં તીર્થકર બની ગયા. જે વ્યક્તિએ અહંતની શરણ લીધી નથી, તે કદી પણ અહંત બની શક્તી નથી જે વ્યક્તિએ તીર્થકરની શરણ લીધી નથી તે કદીય તીર્થકર બની શકતી નથી.
ભક્તિનું રહસ્ય
એક ભાઈએ આચાર્ય વિનોબાને પૂછ્યું: આપની ભક્તિનું સ્વરૂપ શું છે ? વિનોબાએ અત્યંત માર્મિક ઉત્તર આપ્યો. તેમણે કહ્યું: મારી ભક્તિનું સ્વરૂપ છે... “પ્રભુ'. હું તમારો અતીત છું અને તમે મારા ભવિષ્યકાળ છે. વર્તમાનમાં હું તમારો અનુભવ કરું, એ જ મારી ભક્તિ છે; એ જ મારી ભક્તિનું લક્ષ્ય છે.
અત્યન્ત માર્મિક કથન છે. હજારો વર્ષો પહેલાં એક ભકતે કહ્યું : “કઈ જમrfમ, રિપુ સંયમ,–ગના પંજવણfમ–ભગવાન ! હું અતીતનું પ્રતિક્રમણ કરું છું, વર્તમાનમાં આત્માભિમુખ થાઉં છું અને ભવિષ્યનું પ્રત્યાખ્યાન કરું છું.
આચાર્ય વિનાના જવાબમાં એનું જ પુનરુચ્ચારણ જોઉં છું. શબ્દનું રૂપાન્તરણ થઈ શકે છે. તાત્પર્યમાં ડેઈ અન્તર નથી. વિનેબા કહે છે, પ્રભુ ! હું તમારે અતીત છું; કારણ કે તમે પણ એક દિવસ મારા જેવા હતા. અતીતમાં તમે જેવા હતા તેવો હું આજે છું. પ્રભુ !
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org