________________
ભાવનાને ચમકાર
રોગથી જેટલા માનવી દુઃખી નથી થતા તેટલા માનવી દુઃખી થાય છે રેગના માનસિક ચિંતનથી. આ સુત્ર સ્વાથ્ય માટે પણ લાગુ પડે છે. દવાઓથી જેટલા માણસો સ્વસ્થ નથી થતા તેટલા સ્વસ્થ સ્વાશ્યને ચિંતનથી થાય છે.
એક બીમાર ડોક્ટર પાસે આવ્યો. તેની બીમારી ભયંકર હતી. ડોક્ટરે તેને ઈજેકશન આપીને કહ્યું : આ ઇજેકશન ખૂબ શક્તિ આપનારું છે. એનાથી તમે તુરત શક્તિ પ્રાપ્ત કરી લેશે. આવું ઇજેકશન નસીબમાં હોય તેને મળે છે. તમે ભાગ્યશાળી છે.
ઈજેકશનની પ્રશંસાએ કામ કરવું શરૂ કરી દીધું. બીમાર સ્વસ્થ થઈ ગયે. બીમારના મિત્રે ડોક્ટરને પૂછ્યું: તે ઈજેકશન કર્યું હતું, જે આટલું જલ્દીથી અસર કરી ગયું ? ડૉકટરે કહ્યું : બીમાર પર વધુ અસર કરે ભાવના. મેં માત્ર પાણીનું ઇજેકશન આપ્યું હતું, પરંતુ બીમારના મનમાં તે ઇજેકશને એટલી અસર કરી દીધી કે પાણીનું ઇજેકશન પણ તેને માટે સંજીવની બૂટી બની ગઈ.
ડોકટરે બીજું એક પરીક્ષણ કર્યું એક રોગીને ખૂબ કીમતી દવા આપતાં કહ્યું ઃ આ સાધારણ દવા છે. લઈ લે જ્યારે આનાથી ઊંચી જાતની દવા આવશે ત્યારે બીજી આપીશ. રોગી દવા લેતે ગયો, કેઈ અસર ન થઈ. આ પણ ભાવનાનું જ પ્રતિફલન છે.
કરી રાખથી લાભ થઈ જાય છે અને હીરાની ભસ્મથી પણ કોઈ લાભ નથી થતો.
એક વૈદ્ય સર્દી માટે દવા આપી. રોગીએ પૂછ્યું : દવાનું નામ શું છે ? વૈદ્ય કહ્યું : આ છે મહાપ્રતાપલકેશ્વરી રસ. નામ સાંભળતા જ રોગીએ વિચાર્યું કે કેટલી મૂલ્યવાન આ ઔષધિ હશે ? આટલું મોટું અને સારું નામ છે તે ગુણ પણ એવા જ હશે. “સ” પણ છે. પ્રતાપ પણ છે, અને “લંકેશ્વરી, પણ છે. ત્રણે એક સાથે છે. ઔષધિનું સેવન કર્યું. રોગી સ્વસ્થ થઈ ગયો. મેં પૂછયું : વૈદ્યજી! આટલી બગડી ગયેલી સર્દી હતી તે આપની ઔષધિથી સારી થઈ ગઈ. એ દવા કઈ છે? “રસ છે તો “પા” એમાં જરૂર હશે. તથા પ્રતાપ અને લંકેશ્વરી છે તે કઈ તેજ ધાતુને યોગ હોવો જોઈએ.
૧૫૭
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org