________________
ભયનું ભૂત
યમરાજે યમદૂતને બેલાવી ને પૂછયું : જુઓ, અહીંને એક ભૂ-ભાગ ખાલી થઈ ગયો છે. તેને ભરવાનો છે, તેથી મૃત્યુલોકમાં જાઓ અને હજાર માનવીઓને મારીને અહીં લઈ આવો. બસ, એટલાઓને માટે જ અહીં સ્થાન ખાલી છે, વધારે માટે નહિ.
કેવી વિડંબણા. માનવીને સ્વભાવ જ છે કે તે ખાલી રાખવા નથી ઈચ્છતે. તે સદા ભરવા ઈચ્છે છે. માનવી પોતાના મગજને પણ ખાલી રાખવા ઈચ્છતી નથી. તે એને વિચારોથી ભરવા ઈચ્છે છે, નકામાં વિકલ્પથી ભરવા ઈચ્છે છે. વિચાર નકામા, વિકલ્પ નકામા અને ચિંતન નકામું. બધુ નકામું જ નકામું. તોપણ માણસ વિચારે છે, ક્યાંક મગજ ખાલી નહિ રહી જાય. ખાલી મગજ શેતાનનું ઘર હોય છે – આ દૂષિત ધારણાએ મનુષ્યને એટલે બ્રાન્ડ બનાવી દીધો કે તે ખાલી રહેવા ઇચ્છતું જ નથી. વાસ્તવમાં ખાલી રહેવું શેતાનનું ઘર નથી, ભગવાનનું ઘર હોય છે. કહેનારે એ જ દૃષ્ટિએ કહ્યું હશે કે નકામો માનવી શેતાન જે દુષ્ટ હોય છે. ખાલી રહેવાને અર્થ નકામા રહેવાને નથી. માનવી ખાલી રહે જ છે ક્યારે! તે નિરંતર પિતાના મગજને વિચારોથી ભરત રહે છે. એટલું ભરી દે છે કે શેતાન તે શું, મહાશેતાન તેમાં ક્રીડા કરતા રહે છે. તે માનવીમાં વાહિયાત વાત જન્મ લે છે. તે વાત જ શેતાન છે.
- યમરાજને આદેશ લઈને યમદૂત મર્યલેકમાં આવ્યો. તેણે એક સાથે હજાર માનવીઓના પ્રાણ હરી લીધા. સમગ્ર નગરમાં ભય વ્યાપ્ત થઈ ગયો. એક સાથે એક હજાર વ્યક્તિઓની મૃત્યુ સાંભળીને બધા નગરવાસી ભયભીત થઈ ગયા. અત્યંત ભયને કારણે પાંચ હજાર માનવી બીજા મરી ગયા. યમદૂત છ હજાર વ્યક્તિઓને લઈને યમરાજ સમક્ષ ઉપસ્થિત થયા. યમરાજે કહ્યું ઃ આ શું? હજાર માનવીને લાવવાનું કહ્યું હતું અને તમે પાંચ હજાર વધારે લઈ આવ્યા ? યમદૂત બોલ્યા સ્વામી! મેં આપની આજ્ઞાનું ઉલંધન નથી કર્યું. મેં હજાર માનવીઓને જ માર્યા હતા, પરંતુ પાંચ હજાર વ્યક્તિ તે મોતના ભયથી જ મરી ગઈ.
ભયથી મૃત્યુ થાય છે. ભયથી બીમારીઓ ઉત્પન્ન થાય છે અને ભયથી ઘડપણ જલદી આવે છે.
આરાધનાને અર્થ છે–ભયનું વિસર્જન, ભયનું મનમાંથી. નીકળી જવું.
૧૫૬
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org