________________
સમક્ષ એક નવા સંસારનું સર્જન થઈ જાય છે જ્યાં તે બધા દોષો નથી, જેને પ્રહાર માનવીએ ડગલેને પગલે સહન કરવો પડે.
તેણે પૂછવું ? આરાધના કોની ?
મેં કહ્યું કે જ્ઞાનની આરાધના, દર્શનની આરાધના, ચારિત્રની આરાધના, તપની આરાધના અને વીર્યની આરાધના. આ આરાધનાની આંખ વડે તેવી નવી સૃષ્ટિનાં દર્શન થઈ શકે છે. એવી દષ્ટિ મળે તો તેવી સૃષ્ટિ પ્રસ્તુત છે.
જેવી દષ્ટિ તેવી સૃષ્ટિ
પ્રકૃતિને સિદ્ધાંત પ્રતિપલ પરિવર્તિત થઈ રહ્યો છે. પહેલે મરી રહ્યો છે, નવો પેદા થઈ રહ્યો છે, એક ક્ષણ પણ એવી નથી જતી જેમાં સમગ્ર સૃષ્ટિ મરી ન રહી હોય, એક ક્ષણ એવી નથી જતી જેમાં સૃષ્ટિનું નવું સર્જન થતું ન હોય. પ્રતિક્ષણ એક સૃષ્ટિ મરે છે; બીજી સૃષ્ટિ પેદા થાય છે. નવી સૃષ્ટિ દૂર નથી. તે આપણાથી ખૂબ નિકટ છે. તે આપણી ભીતર પણ છે. અને તે આપણી બહાર પણ છે. તે આપણું ડાબી-જમણું બાજુ પર પણ છે. આસપાસ પણ છે અને જ્યાં સુધી દષ્ટિ પહોંચે ત્યાં સુધી નવી સૃષ્ટિ આપણું માટે ઉપસ્થિત છે. માત્ર તેને જોવા માટે આંખ હોવી જોઈએ. જે આરાધનાની આંખ મળી જાય તે નવી સૃષ્ટિ માટે પછી કેઈ નવો પ્રયત્ન કરવાની જરૂર રહેતી નથી. જ્યાં જુઓ ત્યાં નવી સૃષ્ટિ.
પ્રશ્ન થાય છે–શું પછી તે સૃષ્ટિમાં વૃદ્ધાવસ્થા નહિ હશે, રોગ નહિ હશે? મત નહિ હશે?
જ્યારે પ્રત્યેક ક્ષણ સમગ્ર સૃષ્ટિ પેદા થાય છે, મરે છે, તે પછી આ બધા પરિવર્તન કેમ ન થાય? જ્યારે પરિવર્તન અનિવાર્ય જ છે તો પછી રોગ કેમ ન થાય? ધડપણ અને મૃત્યુ કેમ ન આવે? આ બધું આવશે....પણ એનું કષ્ટ નહિ થશે. ઘડપણ આવશે પણ તેનું કષ્ટ નહિ થશે રોગ આવશે પણ તેનું કષ્ટ નહિ રહેશે. મોત પણ આવશે પણ તેનું કષ્ટ નહિ રહેશે. તેને ભય નહિ રહેશે. સૌથી મોટું કષ્ટ છે, ભય. રેગન ભય, ઘડપણને ભય, અને મોતને ભય. ઘટનામાં જેટલું કષ્ટ નથી થતું એટલું કષ્ટ હોય છે માત્ર ભયમાં.
૧૫૫
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org