________________
હતી. પ્રશ્ન થઈ શકે કે પાણી આગને હાલવે છે, પાણીથી આગ ભભૂકતી નથી, હોલવાય છે. પાણી મળે અને આગ ન હોલવાય એ કદી સંભવ નથી. આ પ્રશ્નના સંદર્ભમાં તમે તમારા દિલને ઢઢળા. દિલમાં ભયંકર આગ લાગી છે. તમે પાણી નાખતા જાઓ છે. તે ભભૂકતી જાય છે. ઈન્દ્રિય-વિષયોની તૃષ્ણામાં ભયાનક આગ છે તેને શાંત કરવા માટે માનવી ભોગ ભેગવી રહ્યો છે. તે અમિટ પ્યાસ ભોગેનું ઈધણ મેળવીને –વૃતસિક્ત અગ્નિની જેમ વધુ પ્રજવલિત થઈ રહી છે. તે તરસ છિપાતી નથી. માનવી શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શનું પાણું નાખે છે તે આગને બુઝાવવા માટે પણ તે આગ આ પાણી પ્રાપ્ત કરીને વધુ ભભૂકી ઊઠે છે. ફલિતાર્થ એ થયો–જેમ જેમ પાણી નાખ્યું આગ ભભૂકતી ગઈ.
રાજમહેલ ઘૂ ઘૂ કરતો સળગી રહ્યો હતો. રાજ ખૂબ ચિંતિત થઈ ઊઠયા. આગને હલાવવાનું એકમાત્ર સાધન છે પાણી. તે પાણી પણ આગને હોલવવામાં અસમર્થ હતું. રાજાએ વિચાર્યું—પણ કોઈ હલ ન મળે. તેમને અમાત્ય અભયકુમાર યાદ આવ્યા. તે વખતે અમાત્ય અભયકુમાર બન્દી બનેલ હતો. જેલમાં હતો રાજા જાતિ એની પાસે ગયા અને બેલ્યા અમાત્યપ્રવર! રાજમહેલ બળીને ખાક થઈ રહ્યો છે. પાણીથી આગ હેલવાતી નથી. હજી થોડા સમયમાં કોઈ ઉપાય પ્રાપ્ત ન થશે તો રાજમહેલ જ નહિ, સમગ્ર નગર બળીને ભસ્મ થઈ જશે. અમે સૌ હતાશ થઈ ગયા છીએ. હવે તમે જ કેઈ ઉપાય બતાવો. અભયકુમાર પ્રજ્ઞાવાન હતા. તેણે કહ્યું ઃ મહારાજ ! ચિંતા ન કરો. હું ઉપાય બતાવું છું. ઉપાય બહાર નથી મારી પાસે છે. આપના અતઃપુરમાં શિવાદેવી રાણી છે. તેણે સ્નાન કરેલું પાણી લાવીને આગ પર છોટે. આગ હોલવાઈ જશે. સ્નાન-જળના છેડા છાંટા જ પર્યાપ્ત છે. તે રાણીનું શીલ-સૌરભ અભુત છે. તેનું તેજ પ્રચંડ છે અને તેનું આભામંડળ ખૂબ જ શક્તિશાળી છે. આપ તેનું સ્નાન કરેલું પાણી આગ પર નાખે, તે તરત હોલવાઈ જશે. - રાજાએ સાંભળ્યું. તે અવાફ થઈ ગયા. તેમણે વિચાર્યું–ઉપાય ઘરમાં જ છે અને હું તેને શોધવા બહાર ભટકી રહ્યો છું.
શિવાદેવીને સ્નાન કરાવ્યું. સ્નાન કરેલું પાણી આગ પર છાંટયું. આગ તરત જ હોલવાઈ ગઈ. રાજા અને પ્રજાનું મન હર્ષથી ભરાઈ ગયું.
૧૪૭
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org