________________
આપ મારા પ્રત્યે એવો વ્યવહાર કરશે તો હું પણ આ વ્યવહાર કરીશ. નહિ તે નહિ. આ કેવું સમર્પણ; એનાથી કંઈ પણ થયું હોય એવું જાણ્યું નથી. સમર્પણ તે હોય છે જે સર્વાત્મના હોય, જે સર્વથા શરત કે પ્રતિબદ્ધતાથી મુક્ત હાય. તેમાં પછી જે પણ આવે, તે સ્થિતિને જેતા જાઓ, સહન કરતા જાઓ, પરંતુ સમર્પણ પર કેઈ આંચ આવે નહિ.
શ્રદ્ધા અને સમર્પણ પછી આવતું તત્ત્વ છે–પરાક્રમ. કઈ પણ ગુરુ એ નથી કહેતા કે તમે શ્રદ્ધા અને સમર્પણ કરીને બેસી જાઓ. બધું જ બનવા પામશે. ગુરુ ગતિ આપશે. ગુરુ ચલાવશે. તે કહેશેઃ પરાક્રમ કરો. બેસી ન જાઓ. ચાલે અને ચાલતા જ રહે. પરાક્રમના દીપકને ન હોલવવા દે.
એક વ્યક્તિએ જાહેરાત કાઢી કે એક નોકરની જરૂર છે. એક વ્યક્તિ નેકરી કરવા આવી. તેણે પૂછયું : આપ પગાર કેટલે આપશે ? માલિકે કહ્યું ઃ ફક્ત ભોજન અને બીજું કાંઈ નહિ. સારું, તે કામ શું કરવાનું રહેશે? માલિકે કહ્યું : કામ બીજુ કશું નહિ. લંગર પર જઈને ભજન કરી લેવાનું અને આવતી વખતે મારે માટે ભોજન સાથે લઈ આવવાનું. બસ આટલું સરખું કામ છે. ખૂબ જ સરળ અને સીધું.
જે વ્યક્તિ પરાક્રમ નથી કરતી, મફતનું ખાય છે તે જીવનમાં કદી પણ સફળ નથી થઈ શકતી. જેણે પ્રયત્ન છેડી દીધે, જેણે પરાક્રમને તિલાંજલિ આપી દીધી, તે શું કરી શકે છે? તેને કંઈ પણ પ્રાપ્ત નથી થઈ શકતું.
શ્રદ્ધા, સમર્પણ અને પ્રયત્ન કે પરાક્રમ–આ ત્રણ તત્વ સફળતાનાં ધ્રુવબિન્દુ છે. તેના અસ્તિત્વથી સફળતા મળે જ છે. એમાં કઈ સંદેહ નથી. બધાની ભીતરમાં શિવદેવી છે.
સફળતા બહારથી નથી આવતી. તે આપણી ભીતર છે. તેને માત્ર પ્રગટ કરવાની છે. બહારથી કશું પણ લેવાનું નથી. સર્વકાંઈ ભીતરમાં છે, થેડા પરાક્રમથી જ તે અભિવ્યક્ત થઈ જાય છે.
પુરાણી વાત છે. ઉજ્જયિની નગરીને ભવ્ય રાજમહેલ. તેમાં એકવાર અચાનક આગ લાગી ગઈ. આગ વિચિત્ર હતી. તેને હલાવવા માટે પાણી છાંટવામાં આવી રહ્યું હતું અને તે વધુ ને વધુ ભભૂકી રહી
૧૪૬
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org