________________
શિવાદેવીનું સ્નાન જળ આપની ભીતર છે. પ્રેક્ષાધ્યાન શિવાદેવીનું સ્નાન જળ છે. આપ શરીરને નિર્મળ ચિત્ત દ્વારા સ્નાન કરાવો અને તે જળનું સિંચન કરો. આ તૃષ્ણ અને લાલસાની અમિટ આગ આપમેળે હેલવાઈ જશે. સમસ્યાનું સમાધાન થઈ જશે.
પ્રજ્ઞાનું ઘર જ વાસ્તવિક
બધા શિબિરાર્થીઓ દસ દિવસની અન્તર્યાત્રા પછી પિતાપિતાના સ્થાન તરફ પ્રસ્થાન કરશે. પિતાના સ્થાન પર જઈને પણ તેઓ આ સાધનાના અભ્યાસને ભૂલશે નહિ. આટલા દિવસો સુધી તેમનું ઘર હતું, માટી, ચૂને ઈંટ અને પથ્થરથી બનેલું. હવે તેમણે બીજુ ઘર બનાવી દીધું. તે બીજુ ઘર છે–પ્રજ્ઞાનું ઘર, પ્રજ્ઞા પ્રદીપ. એક છે બહિર્જગતનું ઘર અને એક જ છે અન્તર્જગતનું ઘર. આ અન્તર્જગતના ઘરની કદી વિસ્મૃતિ ન થાય. હું ઈચ્છું છું કે આ પ્રજ્ઞા પ્રદીપ વાસ્તવમાં આપનું ઘર બની જાય અને જે મૂળ ઘર છે તે માત્ર રાત્રિ-નિવાસ બની જાય. આ રહેવાનું ઘર બની જાય અને તે વિશ્રામગૃહ બની રહે. પંખી હમેશાં માળામાં રહે છે. જ્યારે તેણે દાણે-પાણું કર હોય છે ત્યારે તે માળામાંથી ઊડીને આકાશની અનન્તયાત્રા કરે. અધ્યાત્મનીડ સાધના-જીવનનું ગૃહ રહે અને તે મૂળ ઘર કાર્ય-ગૃહ રહે. જીવન યાપનની પ્રવૃત્તિનું ધર રહે. જ્યારે આપ જુઓ કે જીવનયાપનનો પ્રશ્ન હલ થઈ રહ્યો છે, થઈ ગયો છે ત્યારે આપ વિશ્રામ કરવા માટે, સાધના કરતા વિશ્રામ કરવા માટે આ નીડનું શરણ લો.
આભાર અને કૃતજ્ઞતા શા માટે?
આપણે સૌ આચાર્યપ્રવર પ્રત્યે કૃતજ્ઞ છીએ જેમનું આપણને પથ-પ્રદર્શન મળ્યું. આલોક મળ્યો અને આપણે માર્ગ પ્રશસ્ત થઈ ગયે.
આ સાધના શિબિરમાં નિરંતર સાધનાનો અભ્યાસ કરનાર શિબિરાર્થી રહ્યા છે, પરંતુ એવા પણ લેકે છે જેમણે વખતો-વખત આવીને સાધના માટે પોતાની અભિરુચિ બતાવી, રસ લીધે, પ્રવચનમાં રસ લેનારાઓની સંખ્યા અત્યધિક રહી છે. પ્રવચન સાંભળવાની તેમની તત્પરતા અને તન્મયતા પ્રશંસનીય હતી.
આચાર્ચપ્રવર મારે માટે સર્વ કાંઈ છે. હું એમને માટે શું કહું ? કઈ પણ કહેવું યોગ્ય નથી માનતો. હું એમ માનું છું કે હું જે કાંઈ કરું છું.
૧૪૮
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org