________________
લાગે છે. પ્રેક્ષા ધ્યાનની પ્રક્રિયા પારલૌકિક નથી. આ પરલોકને સુધારવાની પ્રક્રિયા નથી.
આચાર્ય તુલસીએ જ્યારે અણુવ્રત આંદોલનનું પ્રવર્તન કર્યું ત્યારે એ ઘેષણ કરી હતી કે હું તે ધર્મ ને મહત્વ નથી આપતા જે કેવળ પરલેકની ચર્ચા કરે છે. પરલોકની ચર્ચા વ્યર્થ છે. વર્તમાનની ક્ષણ જે સુધરતી હોય તે આગલી ક્ષણની ચિંતા કરવી આવશ્યક નથી. જે વર્તમાનની ક્ષણ સુધરતી હોય તો ભવિષ્યની ક્ષણ પણ સુધરી જાય છે. આગલું જીવન વર્તમાન જીવનનું પરિણામ છે. પરિણામની ચિંતા જરૂરી નથી હોતી. પ્રવૃત્તિની ચિંતા કરવાની આવશ્યકતા હોય છે. આજનો ધાર્મિક પરિણામની ચિંતામાં ગૂંચવાઈ ગયો છે. જે પ્રવૃત્તિની ચિંતા નથી કરતો, જે વર્તમાનની ચિંતા નથી કરતો, પરિણામની ચિંતા કરે છે, તે કદી સફળ નથી થઈ શકત. સફળ તે જ થાય છે જે વર્તમાનની ચિંતા કરે છે.
વર્તમાનની ચિંતા કરે, ભવિષ્યની નહિ
પ્રાચીન કાળની વાત છે. એક રાજ્યમાં એવી વ્યવસ્થા કરવામાં આવી કે જ્યારે રાજા ઘરડો થઈ જાય, અમુક અવસ્થાને પાર કરી જાય, પછી તે પોતાનું રાજ્ય પોતાના ઉત્તરાધિકારીને સોંપીને અરણ્યવાસી બની જાય. તે રાજ્યના બધા રાજા ભયભીત રહેતા. આજે આટલા મેટા સામ્રાજ્યને અધિકાર અને કાલે અરણ્યવાસ. ધણુ રાજાએ આ અરણ્યવાસના ભયથી રાજ્ય છેડીને ચાલ્યા ગયા. ભયને લીધે જીવનની બધી સક્રિયતા પહેલેથી જ સમાપ્ત થઈ ગઈ. અરણ્યવાસના જીવનને સ્વીકાર ઘણી પાછળની ઘટના હોય છે, પરંતુ જે દિવસે રાજાના રૂપમાં અભિષેક થત તે દિવસથી ચિંતા ઘેરી લેતી. પહેલા દિવસથી જ અરણ્યવાસી બની જતા અને ચિંતાઓમાં ડૂબી જતા. તેઓ નિરંતર દુખી રહેતા. રાજ્યનું કોઈ સુખ અનુભવમાં આવતું નહિ. એક વાર એક કુશળ રાજા બન્યો. તેણે વિચાર્યું: ત્રીસ-ચાળીસ વર્ષ પછી આવનાર દુઃખ માટે આજથી જ દુઃખી બની જવું એ બુદ્ધિનું લક્ષણ નથી. આ તે અનાગત દુઃખને મેલ લેવા જેવી વાત છે. તેણે રાજ્ય-ભાર સંભાળે, જંગલને સુંદર બનાવવાનો પ્રારંભ કર્યો. કાર્ય આગળ વધ્યું. એક દિવસ એ આવ્યું કે જંગલ રાજમહેલ કરતાં પણ સુંદર અને સુખદ બની
૧૪૪
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org